વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે આજે બી.એમ.કોમર્સ હાઇસ્કુલમાં “વાંચે બીએમ” કાર્યક્રમ યોજાયો

73

શાળાના પટાંગણમાં 1200 જેટલા વિદ્યાર્થીઓએ વાંચન કર્યું હતું
શહેરના ઘોઘા સર્કલ પાસે આવેલ બી.એમ.કોમર્સ હાઈસ્કૂલ ખાતે વિશ્વ માતૃભાષા દિવસ ની ઉજવણીના ભાગરૂપે શાળાના પટાંગણમાં “વાંચે બીએમ” કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 1200 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. બી.એમ.કોમર્સ ખાતે આજરોજ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીના કંઈક અલગ રીતે કરવામાં આવી હતી, જેમાં શાળાના અભ્યાસ કરતા 1200 જેટલા વિદ્યાર્થીઓ શાળાના પટાંગણમાં બાળ કવિ સંમેલન અને 30 મિનિટ સુધી મૌન વાંચન કર્યું હતું. જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓએ 30 મિનિટ મૌન વાંચન કર્યું ત્યારબાદ બાળ કવિ સંમેલનમાં બાળકોએ લખેલ કાવ્યો વાંચી પઠન કરવામાં આવ્યું હતું અને શિક્ષકોએ પોતાની સ્વરચિત રચનાઓ રજુ કરી હતી. ભાષા-સાહિત્ય મંડળના ઉપક્રમે આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભરતભાઈ મજેઠીયા અને બુધાભાઈ સોલંકી કરેલ કર્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય પરેશભાઈ ત્રિવેદી, શાળાના શિક્ષકગણો તથા વિદ્યાર્થી ભાઇઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleભાવનગરના ચાર લોકો સ્કાઉટ ગાઈડ અને રોવર રેન્જરના રાષ્ટ્રપતિ એવોર્ડ ટેસ્ટીંગ કેમ્પમાં પસંદગી પામ્યા, કસોટી આપવા અમદાવાદ જશે
Next articleભાવનગરની એવી શાળા કે જ્યાં કોરોના કાળમાં પણ શિક્ષણ અટક્યું નથી