ચાલો નિશાળે, વર્ગખંડો ફરી ગુંજી ઉઠ્યા

74

આજથી તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ : વિદ્યાર્થીઓની હાજરી પણ ૧૦૦ ટકા નોંધાશે માર્ચમાં કસોટીઓનુ પણ આયોજન રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા સમિતિનું ગઠન કરાશે
ગુજરાત રાજ્યમાં કોરોનાની વૈશ્વિક મહામારી ની ત્રીજી લહેર સમાપનના આરે છે ત્યારે તાજેતરમાં રાજ્ય સરકારે વ્યવસાયી સરકારી એકમો સહિત અર્થતંત્ર અને શિક્ષણ જગત પર લાગું કરેલાં પ્રતિબંધો હટાવ્યા છે અને આજે તા.૨૧ ફેબ્રુઆરી થી રાજ્ય ભરમાં આવેલી સરકારી-ખાનગી શાળાઓ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં એ સિવાય આંગણવાડીઓ બાલમંદિરો પ્લે-હાઉસો નર્સરીસ સહિત તમામ શિક્ષણ ને લગતી સંસ્થાઓ માં ઓફલાઈન શિક્ષણકાર્ય શરૂ કરી દેવા હુકમ કર્યો છે.

ભાવનગર શહેર-જિલ્લામાં બિનસત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર આજથી આંગણવાડીઓ બાલમંદિરો પ્લેહાઉસો નર્સરીસ પ્રાથમિક-માધ્યમિક સાથે ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં સાડા સાત લાખ થી વધુ વિદ્યાર્થીઓ જેમાં તમામ વય જૂથના વિદ્યાર્થીઓ શામેલ છે. જે બે વર્ષના લાંબા સમયગાળા બાદ આજે ફરી વિવિધ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ કરશે અને ઓફલાઈન શિક્ષણ મેળવતાં થશે તાજેતરમાં રાજ્ય સરકારે કોરોના મહામારીની ત્રીજી લહેરનુ સમાપન થતાં શિક્ષણ વિભાગ ને લગતાં મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા જેમાં કોલેજ સાથે માધ્યમિક શાળાઓમાં ઓફલાઈન શિક્ષણકાર્યને બહાલી આપી હતી હવે મહામારીનો ખતરો ટળી ગયો છે ત્યારે મુખ્યમંત્રી શિક્ષણમંત્રી સાથે મેડિકલ વિભાગના તજજ્ઞો સાથે ચર્ચાઓ ના અંતે શિક્ષણ ને લગતી તમામ બાબતો ઓનલાઈન બંધ કરી ઓફલાઈન શરૂ કરવાની જાહેરાત કરી હતી જે અંતર્ગત ૨૧ ફેબ્રુઆરી થી શાળાઓમાં વિદ્યાર્થીઓ ની ફરજિયાત હાજરી સાથે ૧૦૦ શિક્ષણ શરૂ કરવા હુકમ કર્યો હતો. આ સંદર્ભે ભાવનગર શહેર-જિલ્લામાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા પણ તૈયારીઓ પૂર્ણ કરી હતી આ ફેબ્રુઆરી માસનાં સાત દિવસ બાકી રહ્યા હોય એ દરમ્યાન જેતે શૈક્ષણિક સંસ્થાઓ આ સાત દિવસ પરિસ્થિતિ નો અહેવાલ શિક્ષણ વિભાગ ને સોંપશે ત્યારબાદ માર્ચ માસથી વિવિધ તબ્બક્કે પરીક્ષા સત્રનું પણ આયોજન કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત રાજ્ય ભરની ખાનગી પ્રાથમિક-માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના સંચાલકો દ્વારા પરીક્ષા સમિતિની બેઠકનું ગઠન કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે હાલ આ મુદ્દે ચર્ચા વિચારણાઓ શરૂ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે ત્યારે આજથી શરૂ થતાં ઓફલાઈન શિક્ષણ સંદર્ભે વિદ્યાર્થીઓ-વાલીઓ કેવો પ્રતિસાદ આપશે એ આવનાર દિવસોમાં ખ્યાલ આવી જશે.

Previous articleમહુવા નેસવડ ચોકડી પાસે બાયો ડીઝલ પંપ પર આગ ભભૂકી ઉઠી એક વ્યક્તિ ઘટના સ્થળે બળીને ભડથું બે ગંભીર
Next articleઆજે ભાવનગરમાં ૬ નવા કોરોનાના કેસ નોંધાયા, ૧૧ કોરોનાને માત આપી