આજે ભાવનગરમાં ૬ નવા કોરોનાના કેસ નોંધાયા, ૧૧ કોરોનાને માત આપી

86

કોરોના કેસમાં દિનપ્રતિદિન સતત ઘડાડો નોંધાતા રાહત થઈ હતી, આજે ભાવનગર જિલ્લામાં માત્ર એક જ કેસ નોંધાયા રાહત થઈ હતી, આજે ભાવનગર શહેરમાં ૩ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેમાં ૧ પુરુષ અને ૨ સ્ત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જયારે ગ્રામ્યમાં ૩ કોરોના રિપોર્ટ પોઝિટિવ કેસ નોંધાયા હતા,જેમાં ૨ પરુષ અને ૧ સ્ત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૭ અને તાલુકાઓમાં ૪ કેસ મળી કુલ ૧૧ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી હતી. આમ, શહેરમાં દર્દીની સંખ્યા ઘટીને ૧૧ પર પોહચી છે. જ્યારે ગ્રામ્યમાં ૧૪ દર્દી મળી કુલ ૨૫ એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૯ હજાર ૨૩૧ કેસ પૈકી હાલ ૨૫ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૩૫૮ દર્દીઓનું અવસાન થયું છે.

Previous articleચાલો નિશાળે, વર્ગખંડો ફરી ગુંજી ઉઠ્યા
Next articleરૂપિયા ૯૬૮ કરોડના બજેટ અંગે ખડી સમિતિમાં બેઠકનો દોર શરૂ