રૂપિયા ૯૬૮ કરોડના બજેટ અંગે ખડી સમિતિમાં બેઠકનો દોર શરૂ

419

બેઠકમાં અધિકારીઓ સાથે કમિટિના સભ્યોનો વિચાર-વિમર્સ
ભાવનગર મહાપાલિકાની બજેટ બેઠક આજે સવારે ૧૧ કલાકે કમિટિના ચેરમેન ધીરૂભાઇ ધામેલીયા અધ્યક્ષ સ્થાને શરૂ થઇ છે. આ બેઠકમાં મહાપાલિકાનું વર્ષ ૨૦૨૨-૨૩નું રૂા.૯૬૮ કરોડનું બજેટ સામાન્ય સભામાં રજૂ કરતા પૂર્વે સ્ટેન્ડીંગની મંજૂરી માટે વિચાર પર લેવાયું છે. આ બેઠક આજે ઉપરાંત આવતીકાલે પણ શરૂ રહે તેવી શક્યતા છે. આજે સ્ટેન્ડીંગ કમિટિના બોર્ડ રૂમમાં શરૂ થયેલી બેઠકમાં ચેરમેન તેમજ કમિટિના સભ્યો તથા મહાપાલિકાના આરોગ્ય, ડ્રેનેજ, રોશની, યુસીડી, આઇસીડીએસ સહિતના ૧૧ જેટલા સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં અને બજેટ અંગે ચર્ચા-વિચારણા હાથ ધરી હતી. રવિવારના રોજ ઔદ્યોગિક એકમોની ધમધમતા જોળવાના પરપ્રાંતીય વિસ્તારમાં સાઈબા મિલની સામે આવેલ એક બિલ્ડિંગમાં ભાડેથી રહેતા પરિવારમાં બે બાળા પણ હતી. રવિવારે બે બાળા ઘરે એકલી હતી અને માતાપિતા નોકરી ઉપર ગયા હતા. સાંજના સમયે ૭ વર્ષની બાળા બિસ્કિટ લેવા માટે દુકાને ગઇ હતી. એ સમયે ૧૨ વર્ષની બાળા એકલી હતી અને ત્યારે અજાણ્યો નરાધમ આ બાળકીને ત્યાંથી આજ બિલ્ડીંગના અન્ય એક બંધ રૂમમાં લઈ ગયો હતો. હવસખોરોએ માસૂમ બાળાને પીંખી નાખી હતી.
બાળકી લોહીલુહાણ હાલતમાં કણસતી હતી અને નરાધમ બાળકીને રૂમમાં બેભાન અવસ્થામાં મૂકીને તાળું મારીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. સાંજે બાળકીના માતાપિતા આવતા બાળકી નજરે નહિ પડતા તેની શોધખોળ હાથ ધરી હતી. એક અવાવરું રૂમને તાળું નજરે પડતા પરિવારે રૂમનું તાળું તોડીને જોતા બાળકી લોહીલુહાણ હાલતમાં મળી હતી. જેથી સારવાર માટે કડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાં તબીબ નહિ મળતા બાળકીને ત્યાંથી ચલથાણની ખાનગીની હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં સુધી મોડું થઈ જતા માસૂમ બાળકીનું પ્રાણ પાંખરુ ઉડી ગયું હતું. સમગ્ર ઘટનાની જાણ થતાં સુરત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને શંકમંદોની ઊંચકી લાવી પૂછતાછ કરી રહી છે. આ અરેરાટી ફેલાવતી ઘટનામાં નજીકમાં રહેતા નરાધમો સંડોવણીની શકયતા દેખાઈ રહેલી છે. આ બિલ્ડીંગમાં અંદાજીત ૧૦ જેટલા પરિવારો રહે છે અને બાળકી એકલી હોય એ આજ બિલ્ડિંગમાં રહેતા વ્યક્તિ જાણતો હોય તે સ્વભાવિક છે. આવા જ વ્યક્તિએ બાળકીને પોતાની વાસનો શિકાર બનાવી મોતને ઘાટ ઉતારી હોય તેવી શકયતાના આધારે એ જ દિશામાં પોલીસ તપાસ ચાલી રહી છે. નજીકના વ્યક્તિ જ આ પ્રકારની ગંભીર કૃત્ય કર્યા બાદ રૂમને તાળું મારવાની હિંમત કરી શકે એ સ્વાભાવિક છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પરિવારના તેમજ બિલ્ડીંગના અન્ય રહીશોના નિવેદનના આધારે સાઈબા અને સૂચિ મિલમાંથી બે શકમંદોને પોલીસ ઊંચકી લીધા બાદ તેની પૂછપરછ કરી રહી છે. ગંગાધરા આઉટ પોસ્ટ પર એલ.સી.બી. તેમજ ઇન્ચાર્જ જિલ્લા પોલીસ આરોપીની પૂછપરછ કરી છે. માસૂમ બાળાની હત્યાના પરપ્રાંતીય વિસ્તારમાં તેમજ પલસાણા પંથકમાં ઘેરા પ્રત્યાઘાત પડે તેવી શક્યતા છે. જેને આ પ્રકરણને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Previous articleઆજે ભાવનગરમાં ૬ નવા કોરોનાના કેસ નોંધાયા, ૧૧ કોરોનાને માત આપી
Next articleબેંક એકાઉન્ટમાંથી છેતરપીંડી કરનાર શખ્સને પોલીસે ઝારખંડથી ઝડપી લીધો