બેંક એકાઉન્ટમાંથી છેતરપીંડી કરનાર શખ્સને પોલીસે ઝારખંડથી ઝડપી લીધો

92

સિહોરની સવગુણ સોસાયટીમાં રહેતા કેયુરભાઈ જીતેન્દ્રભાઈ સોલંકી નામના યુવાનના ઈન્ડિયન બેન્કના ખાતામાંથી ગત તા.૧૭-૧૦ના રોજ કોઈ શખ્સે રૂા .૯૯,૯૪૯ ની રકમ ઉપાડી લીધી હતી . જે બનાવ અંગે યુવાને સિહોર પોલીસ મથકમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી હતી જે અનુસંધાને સિહોર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરેલ.
પ્રાપ્ત માહિતી અનુસાર સિહોર શહેરની પોલીસ દ્વારા છેતરપીંડીના આરોપીના મોબાઈલ નંબરના લોકેશનના આધારે જીણવટભરી તપાસ હાથ ધરી હતી જેમાં મોબાઈલ નંબર લોકેશન ઝારખંડ રાજ્યના દેવધર જિલ્લામાં આવેલ અને ઝીણવટભરી તપાસ કરતા ઝારખંડ જિલ્લાનાં દેવધર ખાતે રહેતો ગોવિંદ પ્રેમાનંદ મંડળ ( ઉ.વ .૨૩ ) નામના શખ્સનો હોવાનું બહાર આવતા સિહોર પોલીસની એક ટીમે ગત તા.૯-૨ના રોજ ઝારખંડ જિલ્લામાં તપાસ અર્થે પહોંચી હતી . ત્યાં સ્થાનિક પોલીસની મદદથી ગોવિંદ મંડળ નામના શખ્સને ઝડપી પાડી સિહોર લાવવામાં આવ્યો હતો . અહીં આ શખ્સને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને છ દિવસના રિમાન્ડની માંગણી કરાતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે .

Previous articleરૂપિયા ૯૬૮ કરોડના બજેટ અંગે ખડી સમિતિમાં બેઠકનો દોર શરૂ
Next articleઅભિનેતા રણવીર સિંહને મળ્યો બેસ્ટ એક્ટરનો અવોર્ડ