મંજૂર થયેલ બજેટ મહાપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીમાં મોકલાશે
ભાવનગર મહાપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું વર્ષ 2022-23 નું આવક-જાવકનું 128 કરોડનું સરભર અંદાજપત્ર આજે શિક્ષણ સમિતિના ચેરમેન શિશિર ત્રિવેદીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં રજુ થયુ હતું. બેઠક સભ્યોએ મંજુર કરી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમીટીમાં મોલવામાં આવશે. આજરોજ મળેલી શિક્ષણ સમિતિની બજેટમાં સર્વાનુમતે બજેટ મંજુર કર્યા બાદ ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીમાં બજેટ રજુ થશે. સ્ટેન્ડીંગ બજેટ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી આ બજેટ મંજુરી અર્થે મહાનગરપાલિકાની સાધારણ સભામાં મોકલશે. સભામાં સત્તાધારી ભાજપ અને વિપક્ષના ચૂંટાયેલા નગરસેવકો અને સંબંધિત વિભાગના અધિકારીઓ બજેટ અંગે ચર્ચા વિચારણા કરી મંજુરીની મહોર મારશે. આજે આ બેઠકમાં કુલ 10 જેટલા એજન્ડારજુ થયા હતા. જેમાં ખાસ કરીને ભાવનગરમાં બાળકોને અંગ્રેજી માધ્યમની સુવિધા મળે રહે જે શાળાઓ છે તેમાં વધારો થાય. ગુણવત્તા યુક્ત શિક્ષણ મળી રહે એવા પ્રયાસો કરવા સભ્યોએ સુચનો કર્યા હતા તેમજ અંગ્રેજી માધ્યમની શાળાઓની બિલ્ડીંગોને મોડેલ શાળા બનાવવા સુચનો કરાયા હતા. આ ઉપરાંત આ મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે આજદીન સુધી નગરપ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મરણ થાય તો તેના પરિવારજનોને મૃત્યુ સહાય રૂપીયા 10 હજાર સહાય આપવામાં આવતી હતી જેમાં વધારો કરી રૂપીયા 20 કરવા પણ નિર્ણય લેવાયો હતો. ઉપરાંત તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને શુધ્ધ પિવાનું પાણી મળી રહે સહિત તમામ પ્રાથમિક સુવિધા મળી રહે તેવા પણ સભ્યો દ્વારા સુચનો કરવામાં આવ્યા હતા. જ્યારે વિપક્ષ કોંગ્રેસના સદસ્ય પ્રકાશ વાઘાણીએ બેઠકમાં ભાગ લેતા જણાવ્યુ હતું કે આ અગાઉ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જે વોર્ડ વિસ્તારોનું સિમાંકન કરવામાં આવ્યું છે. કેટલાક ગ્રામ્ય વિસ્તારોને મહાપાલિકામાં સમાવી લેવામાં આવ્યા છે પંરતુ આવા વિસ્તારોમાં આવેલી શાળાઓ હજુ સુધી જીલ્લા પંચાયત હસ્તક છે આવી શાળાઓને મહાપાલિકાએ સંભાળી લેવી જાેઈએ તેમ વાઘાણીએ જણાવ્યુ હતું.
આ બેઠકમાં શિક્ષણ સમિતિના ચેરમેન શિરિશભાઈ ત્રિવેદી, ડે. ચેરમેન રાજદિપસિંહ, શાસનાધિકારી યોગેશભાઈ ભટ્ટ, સદસ્ય ડો. રિધ્ધેશ લાણીયા, હીરેન ધાંગધ્રિયા, નીતીન વેગડ, સંજય બારૈયા, મહાવિરભાઈ ડાંગર, તેમજ વિપક્ષ એક માત્ર સદસ્ય પ્રકાશભાઈ વાઘાણી સહિતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.