સ્કાઉટીંગ પ્રવૃત્તિના સ્થાપક સર લોર્ડ રોબર્ટ સ્ટીફન્સન્સ સ્મીથ બેડન પોવેલની આજે જન્મ જયંતિ:સાંજે દીક્ષા વીધી કાર્યક્રમ દ્વારા મનનદિનની ઉજવણી કરાશે
સ્કાઉટીંગ પ્રવૃત્તિના સ્થાપક સર લોર્ડ રોબર્ટ સ્ટીફન્સન્સ સ્મીથ બેડન પોવેલની આજે જન્મ જયંતિ છે. જન્મ જયંતિને લઇ આજે ત્રિવિધ કાર્યક્રમ ભાવનગરના કળિયાબીડ વિદ્યાધીશ વિદ્યાસંકુલ ખાતે યોજાયો હતો.
શહેરના કળિયાબીડ ખાતે આવેલા વિદ્યાધીશ વિદ્યાસંકુલ ખાતે સ્કાઉટીંગ પ્રવૃત્તિના સ્થાપક સર લોર્ડ રોબર્ટ સ્ટીફન્સન્સ સ્મીથ બેડન પોવેલની જન્મ જયંતિ નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં આજે સવારે સર્વ શાળાના બાળકો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી ધર્મ પ્રાર્થના સભા યોજાઈ હતી. ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ બાળકોને સાંજે 4 કલાકે ક્રૃષ્ણપરા પ્રાથમિક શાળા નં.68 ગૌશાળા ધોધારોડ ખાતે સ્કાઉટ ગાઈડ બાળકોની દીક્ષા વીધી કરવામાં આવશે. આ પ્રસંગે શાળાના આચાર્ય, ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘના હોદ્દેદારો તથા બાળકો ઉપસ્થિત રહ્યા હતા.