ભાવનગર જિલ્લામાં આજે નવા ૪ કેસ નોંધાયા, ૨ દર્દીઓ ડિસ્ચાર્જ થયા

60

શહેરમાં ૧૫ અને ગ્રામ્યમાં ૧૪ દર્દીઓ મળી કુલ ૨૯ એક્ટિવ કેસ
ભાવનગર જિલ્લામાં કોરોનાના કેસમાં ઘટાડો યથાવત રહેતા આરોગ્ય વિભાગે રાહત અનુભવી છે. જિલ્લામાં આજે માત્ર ચાર કેસ નોંધાયા હતા. જ્યારે ૨ દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા.
ભાવનગર જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર કાબૂમાં છે. મહાનગરપાલિકા વિસ્તારમાં ૦ અને તાલુકાઓમાં ૨ કેસ મળી કુલ ૨ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી હતી. આમ, શહેરમાં દર્દીની સંખ્યા ઘટીને ૧૫ પર પહોંચી છે. જ્યારે ગ્રામ્યમાં ૧૪ દર્દી મળી કુલ ૨૯ એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૯ હજાર ૨૩૫ કેસ પૈકી હાલ ૨૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૩૫૮ દર્દીઓનું અવસાન થયું છે.

Previous articleભાવેણાવાસીઓ ગરમી માટે થઇ જાવ તૈયાર
Next articleજવાહર મેદાનમાં ઝુપડપટ્ટી પર તંત્ર ત્રાટક્યું, હોબાળો થતાં પોલીસ ઘટના સ્થળે