સિહોર તાલુકાના ઉસરડ ખાતે આવેલ જાયારામબાપાની જગ્યામા બાપાની તિથિની ઉજવણી દરવર્ષે ભવ્ય રીતે કરવામાં આવે છે આ વખતે ૧૧૨મી પુણ્યતિથીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વહેલી સવારે ધ્વજારોહણ,આરતી તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ રાત્રીના ભવ્ય સંતવાણી રાખવામાં આવી હતી જેમાં સાધુ સંતો,ગુજરાતમાં ગુંજતું નામ અને માલધારી સમાજનું ગૌરવ એવા ગીતાબેન રબારી,સાહિત્યકાર માયાભાઈ આહીર,ભજનિક ચીંથરભાઈ પરમાર,અભેશંગભાઈ મોરી તથા સાથી કલાકારો દ્વારા લોકોને સંતવાણીના રંગમાં મગ્ન કરી દીધા હતા ગીતાબેન રબારી તથા માયાભાઇ આહીરે લોકોને સંતવાણીમા રમઝટ કરાવી દેતા ભાવિકો દ્વારા એક એક ગીત પર નોટોનો વરસાદ કર્યાં હતો આ પ્રસંગે વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાસમગ્ર આયોજન ઉસરડ ગ્રામજનો તથા જાયારામબાપા સેવક સમુદાય દ્વારા કરવામાં આવ્યું હતું.