મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે તા. ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૨ ના રોજ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
માતૃભાષાનો શાબ્દિક અર્થ “મા પાસેથી પ્રાપ્ત થયેલી ભાષા” એવો કરી શકાય. માતૃભાષા એટલે માતા સમાન ભાષા. બાળકને માતા તરફથી મળેલી ભાષા, પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા. જે ભાષામાં બાળક હસ્યું, રડ્યું, જે ભાષાનો શબ્દ બાળકે સૌપ્રથમ સાંભળ્યો, કાલુ-ઘેલુ બોલવાનો પ્રયત્ન જે ભાષામાં બાળકે કર્યો, બાદમાં તે ભાષાનું શબ્દભંડોળ સમૃદ્ધ થવાથી તેના પર પ્રભુત્વ આવ્યું, જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું, તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું બાળક શીખ્યું તે ભાષા એટલે માતૃભાષા. માતૃભાષા દિવસે વિધાર્થીનીઓ દ્વારા પરંપરાગત સૌરાષ્ટ્રની સંસ્કૃતિ મુજબ ગામઠી પદ્ધતિ પ્રમાણે આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભાવનગરના લેખક પ્રતિભાબેન ઠક્કર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિધાર્થીની ઓ દ્વારા લાડલી નાટક પ્રસ્તુત કરી માતૃભાષા દિવસની ઉજવણી કરી હતી.