સરકારી વિનયન કોલેજ ભેસાણ માં તા.૨૧/૦૨ /૨૦૨૨ ના રોજ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમ ના અઘ્યક્ષ કોલેજના આચાર્યશ્રી ડો. યોગેશકુમાર વી.પાઠક સાહેબે માગૅદશૅન હેઠળ કરવામાં આવ્યુ હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે સંસ્કૃત વિભાગના અઘ્યક્ષ ડો. અજય એલ જોશી સાહેબ અને સમાજશાસ્ત્ર વિષયનાં ડો સચિન જે પીઠડીયા સાહેબ હતાં. જેઓ એ ” વ્યક્તિનાં સામાજિકરણમાં માતૃભાષાનું મહત્વ” વિષય પર સમાજ જીવનમાં વ્યક્તિ જન્મથી માતાનાં કુખમાથી બાળક માતૃભાષા શીખે છે તે બાદ અલગ અલગ રીતે તેના સામાજીકરણમાં માતૃભાષા વડે તેને ખાતા,પિતા રહેતા વતૅન વ્યવહાર ની રીતો શીખે છે. તેવો સંદેશ આજના દિવસે આપવામાં આવ્યો હતો. કાયૅક્રમમાં પ્રારંભિક સંબોધન ડો અજય એલ જોષી સાહેબે વિશ્વમાં બોલાતી માતૃભાષા વિશે તેમજ માતૃભાષાની શા માટે ઉજવાય છે તે વાત સાથે ક્રાયૅક્રમની ઉત્સાહ ભેર શરૂઆત કરી હતી. ડો સચિન પીઠડીયા સાહેબ બાળક ના માનસને વિકાસ કરવામાં સાજીકરણમાં માતૃભાષા કેટલી મહત્વ બની રહેશે તેવિશે સામાજિક સંદભૅ સાથે રજુઆત કરી હતી. ઉપરાંત વષૅ ૨૦૨૨ માં માતૃભાષા દિવસ ની થીમ, તેની શરૂઆત, અંગ્રેજી અને માતૃભાષા અને માતૃભાષા માં શિક્ષણ મેળવિને મહાન બનેલા વિભૂતિઓ એમ વિવિઘ મુદાઓ વિશે વાત કરી માતૃભાષાનું મહત્વ વિઘાથીઓને સમાજાવ્યુ હતુ. આતકે કોલેજના વાઈસ પ્રિન્સીપાલ પ્રો ડો.સરોજબેન. નારીગરા, પ્રો ડો સતિષ મેઘાણી ,પ્રો. ડો.સંજય એલ. બંધિયા સાહેબ,પ્રા.પંકજ સોલંકી સાહેબ, પ્રોડો.પંકજ સોદરવા સાહેબ, પ્રો ડો. પી. વી ગુરનાણી,પ્રો.દિલીપ ગજેરા સાહેબ તેમજ ગ્રંથપાલ નીતિન ગજેરાસર , ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો અને માતૃભાષા મહત્વને પ્રેરીત કરિ હતી. આ કાર્યક્રમ ની આભાર વિધિ પ્રો ડો. પી. વી ગુરનાણી સાહેબે દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવામાં કોલેજના સમગ્ર સ્ટાફ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.