યુક્રેન આં.રા. સ્તરે માન્યતા પ્રાપ્ત બોર્ડરની અંદર છે અને રહેશે, રશિયા ગમે તે કાર્યવાહી કરે પણ આપણે શાંત છીએ અને આ માટે દેશવાસીઓને હું અભિનંદન આપુ છું
કિવ,તા.૨૨
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પૂર્વી યુક્રેનના ૨ વિદ્રોહી અને અલગાવવાદી વિસ્તારોમાં ડોનસ્ટેક અને લુગનેસ્કની સ્વતંત્રતાને માન્યતા આપી દીધી છે. પશ્ચિમી દેશોની પાબંધી લગાવવાની ચેતવણી હોવા છતા રશિયન રાષ્ટ્રપતિએ રાજ્ય દ્વારા સંચાલિત ટેલિવિઝન પર પોતાના ભાવનાત્મક સંબોધનમાં બંન્ને વિસ્તારોને સ્વતંત્રાની માન્યતા આપી છે. રશિયાના આ પગલાને કારણે પશ્ચિમી દેશો અને યુક્રેન સાથે તણાવ વધવાની દહેશત વધુ ઘેરી બની છે. રશિયા અને યુક્રેન વચ્ચે સરહદ પરનો તનાવ યુક્રેનની ટીવી ચેનલોના સ્ટુડિયો સુધી પહોંચી ગયો છે. યુક્રેનમાં તાજેતરમાં એક ન્યૂઝ ચેનલ પર યોજાયેલી ડિબેટમાં એક પત્રકાર અને રશિયા સમર્થક રાજકારણી વચ્ચે ભારે બબાલ થઈ હતી.પુતિન પર આયોજિત ડિબેટમાં પત્રકારે નેતાના ચહેરા પર મુક્કો માર્યો હતો અને કેમેરા સામે જ બંને વચ્ચે મારામારી શરુ થઈ ગઈ હતી. આ ઝઘડો રશિયન સમર્થક પાર્ટી અપોઝિશન પ્લેટફોર્મ ફોર લાઈફના સાંસદ નેસ્ટર શુફીચ અને પત્રકાર યુરુ બુટુસોવ વચ્ચે થયો હતો. સાંસદે રશિયન પ્રમુખ પુતિનની ઝાટકણી કાઢવાનો ઈનકાર કરી દીધી બાદ ઝઘડાની શરુઆત થઈ હતી.આ દરમિયાન પૂર્વ પીએમ અને પૂર્વ રાષ્ટ્રપતિ પણ ફાટી આંખે મારામારી જોઈ રહ્યા હતા. આખરે સ્ટુડિયોમાં હાજર બીજા લોકોએ દરમિયાનગીરી કરીને સાંસદ અને પત્રકારને અલગ કર્યા હતા.એ પછી ચર્ચા ફરી શરુ થઈ હતી.સાંસદ શુફીચને પૂછવામાં આવ્યુ હતુ કે, પુતિન હત્યારા છે ત્યારે શુફિચે તેના પર જવાબ આપવાનો ઈનકાર કરીને કહ્યુ હતુ કે, યુક્રેનના અધિકારીઓ આ વિવાદથી નિપટે તે બહેતર રહેશે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર જેલેન્સકીએ રશિયા સાથે ચાલી રહેલા તનાવ વચ્ચે દેશને સંબોધન કરતા કહ્યુ છે કે, યુક્રેન કોઈનાથી ડરતુ નથી. રશિયાના આક્રમણની પ્રબળ સંભાવનાઓ વચ્ચે જેલેન્સકીએ કહ્યુ હતુ કે, આપણી પાસે દેશના ઈતિહાસ પરના લાંબા ભાષણનો સમય નથી. હું ગઈકાલની વાત નથી કરવા માંગતો. હું આવતીકાલની વાત કરવા માંગુ છું. યુક્રેન આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત બોર્ડરની અંદર છે અને રહેશે.રશિયા ગમે તે કાર્યવાહી કરે પણ આપણે શાંત છીએ અને આ માટે દેશવાસીઓનુ હું અભિનંદન આપું છું.જેલેન્સ્કીએ કહ્યુ હતુ કે, આપણે સમજદાર અને બુધ્ધિશાળીએ છીએ તેમજ આ તનાવ વચ્ચે પણ શાંત મગજથી વિચારી રહ્યા છે અને પરિપક્વ લોકો જેવો વ્યવહાર કરી રહ્યા છે. આપણે દરેક ચીજનો સામનો કરવા તૈયાર નથી. જોકે તમારે રાતે ઉજાગરા કરવાનુ કોઈ કારણ નથી. તેમણે કહ્યુ હતુ કે, યુક્રેનના બે પ્રદેશો ડોનેટસ્ક અને લુહાન્સ્કને સ્વતંત્ર જાહેર કરીને રશિયાએ અગાઉ થયેલા કરારનો એક તરફી રીતે ભંગ કર્યો છે. આઠ વર્ષથી યુધ્ધનુ સમર્થન કરી રહેલુ રશિયા શાંતિ સ્થાપી શકે તેમ નથી. આ મુદ્દે મેં ફ્રાન્સ, જર્મની, અમેરિકા અને બ્રિટન સાથે વાત કરી છે.
યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધના વાગી રહેલા ભણકારાના પગલે ભારત સરકારે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવાનો નિર્ણય લીધો છે. ભારતે આજથી ભારત અને યુક્રેન વચ્ચે ત્રણ ફ્લાઈટ શરુ કરવાની જાહેરાત કરી છે. એર ઈન્ડિયાનુ એક વિમાન યુક્રેન રવાના કરી દેવાયુ છે. ભારતે આ માટે ૨૦૦ થી વધારે બેઠકોવાળા ડ્રીમલાઈનર વિમાનોને તૈનાત કર્યા છે. એર ઈન્ડિયાએ કહ્યુ છે કે, ૨૨,૨૪ અને ૨૬ ફેબ્રુઆરીએ ભારત અને યુક્રેન વચ્ચે ૩ ફ્લાઈટનુ સંચાલન કરવામાં આવશે.આ માટેનુ બૂકિંગ ઓપન કરવામાં આવ્યુ છે. વિદેશ મંત્રાલયે પણ કહ્યુ છે કે, એર અરેબિયા, ફ્લાય દુબઈ તેમજ કતાર એરવેઝ પણ યુક્રેનથી દિલ્હીની ફ્લાઈટનુ સંચાલન કરી રહી છે અને આ ફ્લાઈટોમાં પણ સીટ બૂક થઈ શકે છે. ભારતીય દૂતાવાસે પણ ભારતના નાગરિકો અને ત્યાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓને કામચલાઉ ધોરણે દેશ છોડવાની સલાહ આપી છે.
Home National International યુક્રેન કોઈનાથી ડરતું નથી : યુક્રેનનાં રાષ્ટ્રપતિ જેલેન્સકીએ ફેંક્યો પડકાર