નવીદિલ્હી,તા.૨૨
દેશમાં કોરોના વાયરસ રોગચાળાના કેસ હવે દિવસેને દિવસે ઘટી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના ૧૩ હજાર ૪૦૫ નવા કેસ નોંધાયા છે અને ૨૩૫ લોકોના મોત થયા છે. ગઈકાલે ૧૯ હજાર ૯૬૮ કેસ નોંધાયા હતા. એટલે કે ગઈકાલની સરખામણીએ આજે ??કેસમાં ઘટાડો થયો છે. છેલ્લા દિવસે દેશમાં ૩૭ હજાર ૯૦૧ લોકો સાજા થયા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા ઘટીને ૧ લાખ ૮૧ હજાર ૭૫ થઈ ગઈ છે. તે જ સમયે, આ રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને ૫ લાખ ૧૨ હજાર ૩૪૪ થઈ ગઈ છે. માહિતી અનુસાર, અત્યાર સુધીમાં ૪ કરોડ ૨૧ લાખ ૫૮ હજાર ૧૦ લોકો ચેપ મુક્ત થઈ ચૂક્યા છે.
દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં એન્ટી-કોરોનાવાયરસ રસીના લગભગ ૧૭૫ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે ૩૫ લાખ ૫૦ હજાર ૮૬૮ ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં રસીના ૧૭૫ કરોડ ૮૩ લાખ ૨૭ હજાર ૪૪૧ ડોઝ આપવામાં આવ્યા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને ૧.૯૧ કરોડ (૧,૯૧,૬૧,૪૧૯) થી વધુ સાવચેતીના ડોઝ આપવામાં આવ્યા છે.