રાજુલા-જાફરાબાદ-ખાંભા ૯૮ વિધાનસભા મત વિસ્તારની ટિકીટ માટે નિરીક્ષકો સાંસદ પૂનમબેન માડમ, ચીમનભાઈ સાપરીયા, રમેશભાઈ રૂપાપરા પાસે ૧૦ અલગ અલગ દાવેદારો જાહેર થયા તેમાં સૌપ્રથમ ક્રમે હીરાભાઈ સોલંકી, બીજા ક્રમે કાઠી ક્ષત્રિય સમાજ બહુમત હોય અને તેમાંય રવુભાઈ ખુમાણનું સ્થાન હોય હીરાભાઈએ હાઈકમાન્ડને વાકેફ કર્યા કે મને ન આપો તો રવુભાઈ ખુમાણને ટિકીટ આપજો. કારણ નગરપાલિકામાં ર-ર વખત પ્રમુખ તરીકે રહી ચુક્યા હોય એક વખત રાજુલાથી તો બાબરીયાવાડની મત પેટીઓ છલોછલ ભરી દીધી હોય અને ભાજપને શિસ્તબધ્ધ સૈનિક હોય તેવા રવુભાઈને ટિકીટ આપવા પણ સુચન કરેલ તેમજ આહિર સમાજ અગ્રણીઓ શુકલભાઈ બલદાણીયા, બાબુભાઈ વાણીયા, કોળી સમાજ અગ્રણી જીવનભાઈ બારૈયા, યોગેશભાઈ બારૈયા, જીણાભાઈ બારૈયા, ડો.ગીરીશભાઈ ભાલાળા, ઘનશ્યામભાઈ જીંજાળા અને દસમાં સ્થાને જુના આરએસએસના સ્વયંસેવક કિશોરભાઈ રેણુકાનું નામ પણ અમરેલીમાં ગુંજ્યું છે.