બોટાદ જીલ્લાના રાણપુર શહેર ભાજપ અને તાલુકા ભાજપ આયોજિત સંત શિરોમણી શ્રી રોહિદાસ બાપા ની જન્મજયંતિ નિમિતે પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતી મોરચા ની સૂચના મુજબ સમગ્ર ભારતવર્ષ માં તા-૧૬-થી ૨૨ ફેબ્રુઆરી દરમિયાન થવાના હતા.જેના ભાગરૂપે રાણપુર શહેર અને તાલુકા ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા રાણપુર શહેર – સિદ્ધાર્થનગર માં સંત શિરોમણી રોહિદાસ બાપા ના ફોટાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. ડો. બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા ને ફુલહાર અર્પણ કરવા આવ્યા હતા.
તેમજ વિદ્યાર્થી વર્ગ ને નોટબુક પેન વિતરણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ ૬૪૫ મી જન્મજયંતિ ની ઉજવણી અવસર માં વિનુભાઇ સોલંકી- પ્રમુખ બોટાદ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચો,પાલજીભાઇ પરમાર ચેરમેન- બોટાદ જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતી અને હીરાભાઇ ખાણીયા ચેરમેન રાણપુર તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ તેમજ તાલુકા પંચાયત ના પ્રમુખ વિનોદભાઇ રમેશભાઈ સોલંકી,પ્રદેશ ભાજપ ના કારોબારી સભ્ય નરેન્દ્રભાઈ દવે,રાણપુર શહેર ભાજપ ના પ્રમુખ જગદિશભાઈ પંડયા,ઉપપ્રમુખ ગોવિંદભાઇ ઠોળિયા,તાલુકા પંચાયત સભ્ય પ્રવીણભાઇ બાવળિયા,ઇશ્વરભાઈ પંચાળા,તુષાર સોલંકી,મોરચા ના પ્રમુખ જયેશભાઇ મઢવી, ઈશ્વરભાઈ મકવાણા,વાઘજીભાઈ મકવાણા,ચૂંટાયેલી પાંખ ના કાર્યકર્તાઓ તેમજ સમાજ ના વરિષ્ઠ આગેવાનો મહાનુભવો હાજર રહ્યા હતા.આ કાર્યક્રમ ને સફળ બનાવવા પ્રકાશભાઇ મકવાણા અને કિશનભાઈ મકવાણા એ જહેમત ઉઠાવી હતી..
તસવીર-વિપુલ લુહાર,રાણપુર