ગાંધીનગર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પ્રેરિત તેમજ વિદ્યાનિકેતન વિભાગ ચિલ્ડ્રન યુનિવર્સિટી ના પરામર્શમાં અંડર:-14 ના બાળકો માટે બી.આર.સી.ભવન રાણપુર ખાતે તાલુકા કક્ષાની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ન્રુત્ય સ્પર્ધા માં શ્રી નાની વાવડી પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીઓએ ખુબજ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે. આ સફળતા અપાવવા બદલ શાળાના બંને શિક્ષિકા બહેનો અને તમામ સ્ટાફને આચાર્ય, એસ.એમ.સી.અધ્યક્ષ અને સરપંચે અભિનંદન પાઠવ્યા હતા..
તસવીર-વિપુલ લુહાર,રાણપુર