શહેરની સૌથી ગીચ બજાર અને વ્યાપક દબાણ છતાં કાર્યવાહી કરવામાં ભોઠપ અનુભવતું તંત્ર
ભાવનગર શહેરમાં આવેલી વિવિધ બજારો પૈકી એક અને મહિલાઓની બજાર તરીકે પ્રખ્યાત પીરછલ્લા શેરીમા વેપારીઓ દ્વારા જાહેર યાતાયાત-ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે મુકવામાં આવેલ પડદા બાકડા આજે મહાપાલીકા દ્વારા દૂર કરવામાં આવ્યા હતાં.જેતે સમયે ભાવનગર મહાપાલિકાએ પણ કબુલ્યું હતું કે શહેરની પીરછલ્લા શેરીમા સૌથી વધુ દબાણો છે અહીં વિવિધ ચિઝવસ્તુઓનુ વેચાણ કરતાં આસામીઓ દ્વારા વર્ષોથી જાહેર રોડ પર કબ્જો જમાવી ધીકતો ધંધો કરે છે છતાં આજદિન સુધી તંત્ર ખોંખારો ખાઈને કોઈ જ કાર્યવાહી કરી શક્યું નથી પિરછલ્લા શેરીની તમામ દુકાનોની આગળ એક લારી અથવા બાકડો દુકાનદાર દ્વારા જ રાખવા દેવામાં આવે છે અને તેનુ મહીને હજારો રૂપિયા ભાડું લેવાય છે ત્યારે આજરોજ ભાવનગર મહાપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા પીરછલ્લા શેરીમા પહોંચી પડદા બાકડા સહિતનો સામાન રોડ પરથી હટાવ્યો હતો તેમજ કેટલોક સામાન કબ્જે કર્યો હતો પરંતુ લોકોને હાશકારો થાય એવી કોઈ કાર્યવાહીથી તંત્ર અળગું રહ્યું હતું. દુકાનદારો દ્વારા પોતાની દુકાનો બહાર સામાન મુકવા ઉપરાંત ચાર પાંચ ફુટ જેટલી ટાગણી કરવામાં આવતી હોવાના કારણે પસાર થતા લોકોને તથા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે લોકો કાયમી ઉકેલ ઝંખી રહ્યા છે.