અલગ અલગ નામે કંપનીઓ ખોલી રોકાણકારોને જાળમાં ફસાવી નાણાં ઓળવી જતાં ફરિયાદ દાખલ

102

સેંકડો રોકાણકારોની મરણમૂડી પણ લેભાગુ તત્વો ચાઉં કરી ગયાં…!
ભાવનગર શહેર તથા જિલ્લામાં કેટલાક લેભાગુ તત્વોએ રોકાણકારો ને આકર્ષવા અલગ અલગ નામે કંપનીઓ ખોલી સારા આર્થિક લાભોનુ પ્રલોભનો આપી અનેક રોકાણકારો પાસેથી રૂપિયા ઉઘરાવી કંપનીઓ બંધ કરી દેતાં રોકાણકારો ને રડવાનો વારો આવ્યો છે. ભાવનગર સહિત અનેક મહાનગરોમાં છાશવારે લેભાગુ તત્વો ફ્રોડ કંપનીઓ ખોલી લોકો ની આંખો અંજાઈ જાય એવી ઝાકમઝોળ ની આભા રચી લોકો પાસે વિવિધ સ્કીમ ના નામે અઢળક નાણાં નું રોકાણ કરાવી રૂપિયા ઓળવી ફરાર થઈ જતાં હોવાનાં વારંવાર બનાવો બનતા હોવા છતાં આવાં લેભાગુ ઓ વિરુદ્ધ કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવતી પરીણામે ભેજાબાજોને મોકળું મેદાન મળી ગયું છે ત્યારે તાજેતરમાં ખૂબ ટૂંકા ગાળામાં ભાવનગર શહેર તથા તાલુકા મથકે જય વિનાયક બિલ્ડકોર્ટ લીમીટેડ,અનુરાજ મલ્ટીસ્ટેટ અર્બન કો-ઓપરેટીવ સોસાયટી મૈત્રી સુવર્ણ સિધ્ધિ પ્રા.લી.મૈત્રેય પ્લોટ્‌સ એન્ડ સ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ મૈત્રી રીયલટર એન્ડ કન્ટ્રકશન પ્રા.લી.મૈત્રેય સર્વિસીસ પ્રા.લી.જેવાં નામે કંપનીઓ ખોલી માણસો રાખી આ કંપનીઓમાં રોકાણકારો ને આકર્ષક પ્રલોભનો- આર્થિક વળતરની લાલચ આપી કરોડો રૂપિયા નું રોકાણ કરાવ્યું હતું જેમાં નિયત સમય-અવધિ પૂર્ણ થયે વળતર ન મળતાં રોકાણકારો એ કંપનીના હોદ્દેદારો પાસે ઉઘરાણી શરૂ કરતાં હોદ્દેદારો ફરાર થઈ ગયા છે આથી આ ભેજાબાજો વિરુદ્ધ રોકાણકારો એ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસ તપાસનો ધમધમાટ આદર્યો છે.
રોકાણકારો ફરિયાદ કરવા આગળ આવે : ભાવનગર પોલીસ
લેભાગુ તત્વો દ્વારા સ્કીમ ના નામે નાણાં ઉઘરાવી ફરાર થઈ જવા મામલે શહેર-જિલ્લા ના સેંકડો લોકો ના નાણાં આ સ્કીમમાં ડુબ્યા છે જે સંદર્ભે કેટલાક લોકો પોલીસનું શરણું લીધું છે આ અંગે ભાવનગર પોલીસે રોકાણકારો ને અપીલ કરી છે કે જો તમે આવી કંપનીના પ્રલોભન માં ફરસાઈ ભેજાબાજોનો શિકાર બન્યાં છો તો વહેલી તકે પોલીસ મથકે આવી કંપની કે જે વ્યક્તિ એ પ્રલોભન માં ફસાવ્યા એ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવો.

Previous articleશાસનસમ્રાટ સમુદાયના ગુરૂવરોની સવારે શહેરમાં નિકળેલી ઐતિહાસિક શોભાયાત્રા
Next articleઆંતર કોલેજ ક્રિકેટ સ્પર્ધામાં નંદકુંવરબા મહિલા કોલેજની ટીમનો ફાઈનલમાં પ્રવેશ