આંતર કોલેજ ક્રિકેટ સ્પર્ધામાં નંદકુંવરબા મહિલા કોલેજની ટીમનો ફાઈનલમાં પ્રવેશ

76

ગાંધી મહિલા કોલેજને ૨૦૫ રનથી પરાજય આપ્યો : કેપ્ટન બારૈયા અલ્પાએ ૮૬ બોલમાં ૧૩ ચોક્કા સાથે સદી ફટકારી
મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજ નગરની ક્રિકેટ ની ટીમે એમ.કે.બી. યુનિ.ના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત આંતર કોલેજ ક્રિકેટ ની સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં ૪૦ ઓવરની સેમી -ફાઈનલ મેચ નંદકુંવરબા મહિલા કોલેજ અને ગાંધી મહિલા કોલેજ વચ્ચે રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા નંદકુંવરબા મહિલા કોલેજે ૪૦ ઓવર માં ૭ વિકેટે ૨૪૨ રન કર્યા હતા જેમાં કોલેજ ક્રિકેટ ટીમની કેપ્ટન બારૈયા અલ્પાએ ૮૬ બોલમાં ૧૩ ચોક્કા સાથે ૧૦૮ રન ફટકાર્યા હતા. દાવ લેવા ઉતરેલ ગાંધી મહિલા કોલેજની ટીમ માત્ર ૩૭ રનમાં ઓલઆઉટ થઇ ગઈ હતી આથી નંદકુંવરબા મહિલા કોલેજનો ૨૦૫ રને ભવ્ય વિજય થયો હતો. અને સતત ૭મી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો

Previous articleઅલગ અલગ નામે કંપનીઓ ખોલી રોકાણકારોને જાળમાં ફસાવી નાણાં ઓળવી જતાં ફરિયાદ દાખલ
Next articleકોંગ્રેસે લગાવેલા ૫૦૦ કરોડ રુપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપ : મને બદનામ કરવાનું રાજકીય ષડયંત્ર : રૂપાણી