RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૯૯. નીચેનામાંથી કયો શબ્દ ‘સુગંધ’નો સમાનાર્થી નથી ?
– સુબુરી
૧૦૦. અનુસ્વારનું ચિહ્ન કયું છે ?
–
૧૦૧. સાચી જોડણી કઈ ?
– સુવર્ણચંદ્રક
૧૦૩. સંયુકત વ્યંજનોનો બીજો અર્થ શું છે ?
– જોડાક્ષર
૧૦૪. ‘સ્વર’ શબ્દનું બંધારણ કયું છે ?
– વ્યંજન + વ્યંજન +સ્વર +વ્યંજન +સ્વર
૧૦પ. નીચેનામાથી કયો શબ્દ પ્રથમ પુરૂષ એકવચનનો છે ?
– હું
૧૦૬. ‘એ દિવસ કયારે આવશે જયારે ભારત દેશ ગરીબી મુકત થાય’ આ વિધાનમાં કયારે….. જયારે શબ્દોનો પ્રકાર કયો છે ?
– સંયોજક
૧૦૭. આખા ઘર……. મૃત્યુ જેવી શાંતિ છવાઈ રહી – આ વાકયમાં દર્શાવેલ ખાલી જગ્યામાં સાચો પ્રત્યય લખો.
– માં
૧૦૮. ‘તલવાર મ્યાન કરવી’ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.
– ઝઘડો બંધ કરવો
૧૦૯. સમાસનો પ્રકાર જણાવો : ‘અષ્ટાંગ’
– દ્વિગુ
૧૧૦. રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : ‘ધાડ મારવી’
– ભારે સહાસ કરું
૧૧૧. ‘દોથો’ તળપદા શબ્દનો માન્ય ભાષાનો શિષ્ટ શબ્દ કયો છે ?
– ખોબો
૧૧ર. સમાસ ઓળખાવો : ‘ગાજવીજ’
– દ્વન્દ્વ
૧૧૩. ‘દરેક ફુલની ભાષા જુદી’ વાકયમાં કયો અલંકાર વપરાયો છે ?
– સજીવરોપણ
૧૧૪. ‘નર્મદા તો બસ નર્મદા છે.’ – આ વાકયમાં નિપાત શબ્દ કયો છે ?
– તો
૧૧પ. ‘મા તે મા’આ વાકયમાં કયો અલંકાર વપરાયો છે ?
– અનન્વય
૧૧૬. સાચી જોડણી કઈ ?
– પુરુષાર્થ
૧૧૭. ‘ઝરણા નાનપણમાં ખુબ રડતી’ – વાકયમાં ક્રિયાપદ શોધો
– રડતી
૧૧૮. સંધિ જોડો : દેવ +ઋષિ = ……..
– દેવર્ષિ
૧૧૯. ‘ઉદાસીન’ શબ્દનો વિરૂદ્ધાથી શબ્દ જણાવો.
– આનંદી
૧ર૦. ‘જયોતિપુંજ’ પુસ્તકના લેખક કોણ છે ?
– નરેન્દ્ર મોદી
૧ર૧. નીચેનામાથી કયો સાચો શબ્દ છે ?
– મ્યુનિસિપાલિટી
૧રર. નીચેનામાંથી કયો સાચો શબ્દ છે ?
– લાઈસન્સ
૧ર૩. નીચેનામાંથી કયો શબ્દ સાચો છે ?
– ઓગસ્ટ
૧ર૪. ‘વળે વ ઉતારવો’ એટલે….
– બંધબેસતી ગોઠવણ કરવી
૧રપ. ‘ટકાનું ત્રણ શેર’ એટલે….
– તદ્દન સસ્તુ
૧ર૬. ‘ટચલી આંગળી પાસેની આંગળી’ મોનો એક શબ્દ કયો હોય ?
– અનામિકા
૧ર૭. ‘જેની શરૂઆત નથી તેવુ’ – એના માટે અકે શબ્દ કયો ?
– અનાદિ
૧ર૮. ‘ઘેર ઘેર ભીખ માંગવી તે ’ – એના માટે એક શબ્દ કયો ?
– માધુકરી
૧ર૯. ‘ઠરેલ’નો વિરૂદ્ધાર્થી શબ્દ શું ?
– ઉછાછળું
૧૩૦. ‘પાશ્વાત્ય’નો વીરોધ શબ્દ કયો ?
– પૌરસ્ત્ય