કૌભાંડના મુખ્ય સુત્રધાર અને ચીનની એક કંપનીના ડીરેક્ટરની ધરપકડ, જીએસટીની મોટી કરચોરી મળી
અમદાવાદ, તા.૨૩
ગુજરાતમાં અલગ અલગ કંપનીઓની જાળ રચી હવાલા મારફત ભારતમાંથી ઇન્કમ ટેક્સ, જીએસટીની ચોરી કરવી અને હવાલા મારફત નાણા ચીન મોકલવાના એક કૌભાડનો પર્દાફાશ થયો છે અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય સુત્રધાર અને ચીનની એક કંપનીના ડીરેક્ટરની ધરપકડ કરી છે.આ કેસમાં અત્યારે પોલીસને વિવિધ શેલ કંપનીઓના નામ મળ્યા છે, જીએસટીની મોટી કરચોરી મળી છે તે ઉપરાંત બેંકમાં જમા પડેલા રૂ.૧૫ કરોડ ફ્રીઝ કરવામાં આવ્યા છે. વિગત અનુસાર, આ અંગેની ફરિયાદ રજીસ્ટ્રાર ઓફ ક્મ્પ્નીઝ દ્વારા નવરંગપુરા પોલીસનેફરિયાદ કરી હતી. એવો આક્ષેપ હતો કે કેટલાક સીએ (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ)તેમજ અન્ય મળતીયાઓ દ્વારા કાવતરૂ રચી ચાઇનીઝ શેલ કંપનીઓની પ્રથમ ડમી ભારતીય ડડરેકટર બનાવી રચના કરી કમ્પનીનની સ્થાપના થતી હતી. પછીપાછળથી તેનું રાજીનામુ લઇ ફકત ચાઇનીઝ ડડરેકટરો દ્વારા કંપનીનું સંચાલન કરી કંપનીઓમાં ખોટી રીતે નુકસાન બતાવી નાણાકીયવ્યવહારોમાં ખોટા હિસાબો બનાવવમાં આવતા હતા. ખોટા હિસાબ થકી કેન્દ્ર સરકારના વિવિધ ટેક્સ નહી ચૂકવી જે નફો થયો હોય તે ચીન હવાલા મારફત મોકલી આપવામાં આવ્યો હતો. આ ગુનાની તપાસ દરમ્યાન ભારતમાં ચાઇનીઝ શેલ કંપનીઓમાં સીએ તેમજ તેમના મળતીયાઓ દ્વારા ડમી ડડરેકટરો રાખી પ્રથમ કંપનીની નોધણી કરવામાં આવતી હતી. નોંધણી બાદ મળતિયાઓના રાજીનામાં લેવામાં આવતા હતા અને ફક્ત ચીનના નાગરીકો જ ડીરેક્ટર તરીકે કાર્યરત રહેતા હતા.આ ચાઇનીઝ કંપનીઓ દ્વારા ચાઇનાથી ૭૦ ટકા રો મટીરીયલ મંગાવી તેના ભાવ મુળ કિંમતથીવધુ બતાવી બીલો રજુ કરવામાં આવતા ત્યારબાદ