બુટલેગર ફરાર, બી-ડીવીઝન પોલીસ મથકના ડી-સ્ટાફે રૂપિયા ૫૮,૮૦૦ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો
ભાવનગર શહેરના બી-ડીવીઝન પોલીસની ટીમે બાતમી આધારે આનંદનગર વિસ્તારમાં આવેલ એક મકાનમાં દરોડો પાડી અર્ધા લાખની કિંમતનો પરપ્રાંતિય દારૂનો જથ્થો ઝડપી લીધો હતો જયારે રેડ દરમ્યાન બુટલેગર નાસી છુટવામા સફળ રહ્યો હતો. સમગ્ર બનાવ અંગે બી-ડીવીઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર ઘોઘારોડ પોલીસ સ્ટેશનનો ડી-સ્ટાફ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલીંગ પર હોય એ દરમ્યાન પોલીસ જવાનોને બાતમીદારોએ ચોક્કસ બાતમી આપી હતી કે આનંદનગરના સ્લમબોર્ડમાં રહેતો કિરણ સહદેવ મહેતા પોતાના મકાનમાં વિના પાસ-પરમિટે પરપ્રાંતિય શરાબનો જથ્થો ઉતારી વેચાણ કરે છે જે હકીકત આધારે ટીમે બાતમી વાળા સ્થળે ખરાઈ કરી દરોડો પાડતાં મકાનના રૂમમાંથી અલગ અલગ બ્રાન્ડની પરપ્રાંતિય બનાવટની ઈંગ્લીશ દારૂની સીલપેક બોટલ તથા બોક્સ મળી આવતા પોલીસે રૂપિયા ૫૮,૮૦૦ની કિંમતનો પરપ્રાંતિય શરાબનો જથ્થો કબ્જે કરી દરોડા દરમ્યાન નાસી છુટેલ બુટલેગર કિરણ સહદેવ મહેતા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.