યુક્રેન-રશિયા યુદ્ધમાં દખલ કરનારે પરિણામ ભોગવવા પડશે : પુતિન

67

પુતિને સ્પષ્ટ કર્યું છે કે રશિયા પોતાની સુરક્ષા માટે કંઈ પણ કરવા તૈયાર છે, રશિયા અને નાટો હવે સામસામે છે
મોસ્કો, તા.૨૪
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આજે વહેલી સવારે યુક્રેનમાં વિશેષ આર્મી ઓપરેશનની જાહેરાત કરી હતી. આ સાથે, રશિયન સેનાએ યુક્રેનમાં હુમલા શરૂ કર્યા છે. યૂક્રેનની રાજધાની કીવના જુદા જુાદ વિસ્તારોમાંથી વિસ્ફોટના વીડિયો અને અવાજ આવી રહ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને પુતિને પરિણામ ભોગવવાની ધમકી આપી છે. બિડેને કહ્યું છે કે આ યુદ્ધ ભયંકર વિનાશ સર્જશે. આ સાથે જ પુતિને કડક ચેતવણી આપી છે અને કહ્યું છે કે જો કોઈ દેશ યુક્રેન-રશિયા યુદ્ધમાં દરમિયાનગીરીની કોશિશ કરશે તો તેના પરિણામ ભયાનક આવશે. પુતિને સ્પષ્ટ કર્યું છે કે રશિયા પોતાની સુરક્ષા માટે કંઈ પણ કરવા તૈયાર છે. પરમાણુ શસ્ત્રોથી સજ્જ રશિયા અને નાટો હવે સામસામે છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ પુતિને દેશવાસીઓને સ્પેશિયલ ઓપરેશનના નિર્ણયની જાણકારી આપી હતી. તેણે ટેલિવિઝન પર એક સંદેશ જારી કર્યો છે. આમાં તેમનું શું કહેવું છે, તમે નીચે ચોક્કસ વાંચી શકો છો. યુક્રેનમાં રહેતા લોકોને ક્યારેય પૂછવામાં આવ્યું નથી કે તેઓ ક્યાં રહેવા માગે છે અને અમને નિર્ણય લેવાનો અધિકાર છે. અમે ક્રિમીઆના લોકોનું પણ રક્ષણ કર્યું અને હવે યુક્રેનના લોકોનું પણ રક્ષણ કરીશું. અમે સેલ્ફ ડિફેન્સમાં કામ કરી રહ્યા છીએ. આપણી સામે અનેક ભયજનક મોરચા ખુલી ગયા છે. આપણે આ દુઃખદ સમયમાંથી ટૂંક સમયમાં પસાર થઈ જઈશું. પરંતુ આ સમય દરમિયાન આપણે કોઈ બહારની દખલગીરી સહન નહીં કરીએ. હું યુક્રેનિયન સેનાને કહેવા માંગુ છું કે તમારા પિતા અને દાદા અમારી સાથે મળીને લડાઈ લડતા રહ્યા. તમે તમારા હથિયારો નીચે મૂકો અને ઘરે જાઓ. યુક્રેનના આવા તમામ સૈનિકોને સુરક્ષિત ઘરોમાં પહોંચાડવામાં આવશે. જો તેઓ આમ નહીં કરે તો તેમને પરિણામ ભોગવવા પડશે. આ માટે કીવ જવાબદાર છે. જે કંઈ થઈ રહ્યું છે તેમાં જો કોઈ વિદેશી દેશ દરમિયાનગીરી કરશે તો સમજી લો કે તેને તરત જ જવાબ મળશે અને તે થશે જે ઈતિહાસે ક્યારેય જોયું નથી. મને આશા છે કે મારો અવાજ સાંભળવામાં આવશે. અમારા પ્રિય રશિયનો, હવે તમારા માટે એક થવાનો સમય છે. આર્મી આગળ વધશે. અમેરિકા અસત્યનું સામ્રાજ્ય છે. તેની પાસે મંદબુદ્ધિની સેના છે પણ મગજ નથી. આપણી પાસે મગજ છે. આપણે તૈયાર છીએ અને આપણા સાર્વભૌમત્વની રક્ષા માટે અમે લડીશું. હું સકારાત્મક છું કે રશિયન સેના તેના મિશનને પ્રોફેશનલ રીતે પૂર્ણ કરશે. અમે સામાજિક સુરક્ષા, નાણાકીય ક્ષેત્રોનું ધ્યાન રાખી રહ્યા છીએ. રશિયાનું ભાગ્ય સુરક્ષિત હાથમાં છે. જે પણ નિર્ણય લેવામાં આવ્યો છે, તેનો ટાર્ગેટ પૂરો થશે. મને આશા છે કે તમે મારા નિર્ણયને સમર્થન કરશો.

Previous articleયુક્રેન બચાવ કરશે, જીતશે યુક્રેનની નાગરિકોને અપીલ
Next articleભારત તટસ્થ, કટોકટીના શાંતિપૂર્ણ ઉકેલની આશા