ભાવનગર જિલ્લાના ઘોઘા ગામે ખજૂરીયાચોક, જૈન દેરાસર પાસે આવેલ હજરત રોશન ઝમીર ચોભાપીર દાદાનો ઉર્ષ તા.26 ફેબ્રુઆરીને શનિવારના રોજ ધામધુમથી ઉજવવામાં આવશે,
જેમાં અસરની નમાઝ બાદ ચાદર શરીફ મેમણ મસ્જિદ, દાણાપીઠ ખાતે થી દરગાહ શરીફ સુધી વાજતે ગાજતે લઇ જવામાં આવશે, ત્યાર બાદ તમામ લોકો માટે ન્યાઝ (પ્રસાદી)ની પણ વ્યવસ્થા રાખવામાં આવેલ છે અને રાત્રે 9 કલાકે ગુજરાતના મશહૂર ફનકાર શબ્બીર દેખૈયા અને ઇમરાન હાજીનો કવ્વાલી-ગઝલનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે જેમાં ખ્યાતનામ રિધમિષ્ટો રહીશ હાજી અને શબ્બીર હાજીની ટિમ રમઝટ બોલાવશે, આ પ્રસંગમાં પધારવા તમામ હિન્દૂ-મુસ્લિમ ભાઈઓ બહેનોને રામ-રહીમ ગ્રુપ-ખજૂરીયા ચોક દ્વારા આમંત્રણ પાઠવવામાં આવે છે.