રાણપુરમાં મોડેલ સ્કુલ ખાતે આઈ.ટી.આઈ.દ્વારા માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

262

બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં મોડેલ સ્કુલ ખાતે આઈ.ટી.આઈ.રાણપુર દ્વારા માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આઈ.ટી.આઈ. રાણપુરના ઇન્સટ્રકટર અશ્વિનભાઈ દાવડા અને અલ્પેશભાઈ ચૌહાણ દ્વારા ધોરણ ૮, ૯ અને ૧૦ પછી થતા આઈ .ટી.આઈ.ના કોર્ષની સમજ આપી હતી તેમજ ભવિષ્યમાં રોજગારીની તકો વિષે રસપ્રદ માહિતી આપી હતી. આ સેમિનારનો લાભ બહોળી માત્રામાં શાળાના વિદ્યાર્થીઓએ લીધો હતો. કાર્યક્રમની આભારવિધિ શાળાનાં શિક્ષક કે.એન.રાઠોડે કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સમગ્ર સ્ટાફ મિત્રો સહભાગી થયા હતા.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Previous articleભાવનગરમાં સૌપ્રથમવાર સવા બે લાખ પંચમુખી રૂદ્રાક્ષથી બનાવાયું 21 ફૂટ ઉંચું શિવલિંગ, ભક્તો માટે દર્શનાર્થે ખુલ્લું મુકાયું
Next articleગુરૂદ્વારા સામેથી હટાવ્યા તો ઈનારકો સામે આવ્યા..!