દામનગર સભ્ય સમાજ માટે વિચાર પ્રેરક પોસ્ટ સોશ્યલ મિડીયા પર ફરી રહી છે. આર્ય સંસ્કૃતિને દિકરાના ઘરમાં આશરો લઈ રહેલ વૃધ્ધ માતાની આ તસ્વીર સોનાની થાળીમાં લોઢાની મેખ સમાન છે જે દેશમાં પરમ બ્રહ્મ પરમાત્મા વાર વાર અવતાર લેવા ઉત્સુક હોય જે દેશને જગતગુરૂની પદવીથી પ્રસ્થાપિત કરાયો હોય જે દેશ વિદ્યાલયો તક્ષશીલા નાલંદા જગ વિખ્યાત હોય તે દેશમાં શક્તિ પર્વો નવરાત્રિઓમાં દેવી અનુષ્ઠાન પૂજા-અર્ચનાઓ નિવેદો કરી શક્તિની આરાધનાઓ માટે ડુંગરાઓ પર બિરાજતી શક્તિઓની જાત્રાઓ ભજન કિર્તન કરી ગરબા ધૂપ દીપ કરી આશિર્વાદ મેળવતા હોય તે દેશની સમજણ ડુંગરાવાળીમાં કરતા ઉંબરાવાળી માંની મહતા કેટલી ? ડુંગરાવાળીમાંની પૂજા કરતા સભ્ય સમાજની નરી વાસ્તવિક સ્થિતિ ઘણુ ઘણુ કહી જાય છે. માણસને પ્રારબ્ધ મેળવી શક્તા માનવી ગમે એટલો આળસુ હોય તો પણ મા સંતાનોના ઉજ્જવલ ભવિષ્યની કામના કરે છે. દરેક માનવી ઉજળી કામના ઈશ્વર કરતા પણ વધુ ઈચ્છનાર કોઈ હોય તો તે માં બાપ છે અને તેની આવી હાલત માટે જવાબદાર સભ્ય સમાજના સંતાનો જે ડુંગરાવાળીની પૂજા કરે છે અને ઉંબરાવાળીની આવી દુર્દશા છે.