૨૦ વર્ષની ઉંમરના બંને પાક્કા મિત્રોએ એક સાથે ટ્રેન નિચે પડતુ મુકતા અળવ ગામ સહીત રાણપુર પંથક શોક માં ગરકાવ..
બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના અળવ ગામના બે મિત્રોએ કુંડલી ગેટ ફાટક પાસે રાત્રેના સમયે ટ્રેન નિચે પડતુ મુકી મોત ને વ્હાલુ કરતા સમગ્ર પંથકમાં શોક નું મોજુ ફળી વળ્યુ હતુ. આ અંગે રાણપુર પોલીસ સુત્રો પાસેથી મળતી માહીતી અનુસાર રાણપુર તાલુકાના અળવ ગામના ભરતભાઈ અજુભાઈ બાવળીયા નો દિકરો જયેશ અને તેનો મિત્ર રાહુલ બંને પાક્કા મિત્રો હતા.બંને ને એક બીજાના ખાસ મિત્રો હતા.જયેશ બાવળીયા ઉંમર-૨૦ વર્ષ તથા રાહુલ ભરતભાઈ સલીયા ઉંમર-૨૦ વર્ષ બંને પાક્કા મિત્રો હતા અને કાયમ સાથે જ રહેતા હતા.રાત્રે જયેશ બાવળીયા અને રાહુલ સલીયા બંને જયેશ બાવળીયાના ઘરે આવેલ ત્યારે જયેશના પિતા ભરતભાઈ એ બંને ને ક્યા હતા અને ક્યાથી આવો છો તેવુ પુછતા બંને એ જણાવેલ અમે ગામમાં જ હતા જેથી ભરતભાઈ એ કહેલ કે તમે બંને આખો દિવસ ગમે ત્યા ફરો છો કાઈ કામ ધંધો કરતા નથી અને મારો દિકરો પણ તારી સાથે ફરે છે અને મને ખેતી વાડીના કામમાં મદદ કરતો નથી જેથી તમે કામ ધંધો કરવા માડજો તેવુ કહેતા બંને ઘરેથી નિકળી ગયેલ બંને ને ઠપકો આપતા જે અંગે ખોટુ લાગી આવતા બંને મિત્રો એ રાત્રીના સમયે કુંડલી ગેટ ફાટક પાસે રાણપુર થી બોટાદ જતી ટ્રેન નિચે પડતુ મુકી મોત ને વ્હાલુ કરતા સમગ્ર રાણપુર પંથક માં ચકચાર સાથે શોક નું મોજુ ફળી વળ્યુ હતુ.જ્યારે આ ઘટના અંગે રાણપુર પોલીસ ને જાણ થતા પી.એસ.આઈ-એસ.એચ.ભટ્ટ તથા પોલીસ સ્ટાફના માણસો ઘટના સ્થળે દોડી ગયેલ અને બંને યુવકોને રાણપુર સરકારી દવાખાને પી.એમ.માટે ખસેડવામાં આવેલ.બંને પાક્કા મિત્રો ને પિતાએ કામ ઘંધો કરવા અંગે ઠપકો આપતા સામાન્ય બાબતે બંને મિત્રો ને ખોટુ લાગતા બંને એ એક સાથે મોત ને વ્હાલુ કરતા નાના એવા અળવ ગામના લોકો પોતાની આંખ માં આંસુ રોકી શક્યા નોતા.અને અળવ ગામમાં શોક નું મોજુ ફેલાઈ ગયુ હતુ…