સાળંગપુર કષ્ટભંજનદેવ ને કેસુડાના ફુલનો દિવ્ય શણગાર કરાયો..

95

હનુમાનજીદાદા ને ધાણી,ખજુર,દાળીયા નો અન્નકુટ ધરાવાયો..
બોટાદ જીલ્લા સાળંગપુર ગામે આવેલ વિશ્વ પ્રસિધ્ધ આસ્થા કા દુસરા નામ સાળંગપુરધામ ખાતે કષ્ટભંજનદેવ ને શનિવાર નિમિત્તે કેસુડા ના ફુલ નો શણગાર અને ધાણી,ખજુર,દાળીયા નો અન્નકુટ ધરાવવામાં આવેલ. શ્રી સ્વામિનારાયણ મંદીર વડતાલધામ સંચાલિત સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને શનિવાર નિમિત્તે તા-૨૬-૨-૨૦૨૨ ના રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરીપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તથા કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને કેસુડાના ફુલના વાઘા,સિંહાસનને કેસુડાના ફુલનો દિવ્ય શણગાર કરવામાં આવેલ.આ પ્રસંગે પુજારી સ્વામી દ્વારા મંગળા આરતી તથા કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવેલ.બપોરે ૧૧:૧૫ કલાકે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને ધાણી,ખજુર,દાળીયાનો ભવ્ય અન્નકુટ ધરાવવામાં આવેલ તેમજ મંદીરના પટાંગણમાં મારૂતીયજ્ઞ નું આયોજન કરવામાં આવેલ જેના દર્શનનો હજારો હરીભક્તો ઓનલાન તથા પ્રત્યક્ષ લઈ ધન્યતા અનુભવી હતી.
તસવીર-વિપુલ લુહાર

Previous articleરાણપુર તાલુકાના અળવ ગામના બે મિત્રોએ સાથે ટ્રેન નિચે ઝંપલાવી જીવન ટુંકાવ્યુ…
Next articleગુજરાત ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટે પાળીયાદ વિસામણબાપુની જગ્યાના દર્શન કર્યા