ભાવનગરની PNR સોસાયટી સંચાલિત નટરાજ સી.પી. સ્કૂલમાં ડો. ઈમદાદભાઈ બી. સરધારવાલા (માન્ચેસ્ટર) ઓડિયો ક્લિનિક અને ડો. આઈ.બી. સરધારવાલા અર્લી ઇન્ટરવેન્શન એન્ડ રેમેડિયલ સેન્ટર તથા મેગા અસેસમેન્ટ કેમ્પનું ઉદ્દઘાટન આજરોજ નટરાજ ઓડિટોરિયમમાં હોલ ખાતે કરાયું હતું, દિવ્યાંગ બાળકોની પ્રભુ પ્રાર્થના અને સેક્રેટરી જનરલ પારસભાઈ શાહના સ્વાગત બાદ, સંસ્થાના ફાઉન્ડર ટ્રસ્ટી અનંત કે. શાહ (બાબાભાઈ) એ પ્રસંગ પરિચય આપેલ.
કાર્યક્રમના મુખ્ય અતિથિ સાદીકભાઈ લક્ષ્મીધર, આફતાબભાઈ એ. કોન્ટ્રાક્ટર, હુસેનભાઈ એફ. લક્ષ્મીધરના વરદ્દ હસ્તે દીપપ્રાગટ્ય દ્વારા કાર્યક્રમનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું, સી.પી. સ્કૂલના પ્રિન્સિપાલ જીજ્ઞાબેન સોલંકી દ્વારા દિવ્યાંગો માટેના આઠ તબીબી તજજ્ઞોની વિશિષ્ટ સેવાઓનું સન્માન તેઓને સન્માન પત્ર આપી કરવામાં આવ્યું હતું, દિવ્યાંગોના વાલીઓએ સંસ્થામાંથી મળેલ અમૂલ્ય સેવા બદલ પ્રતિભાવો આપ્યા, વિશિષ્ટ શિક્ષકો દિવ્યાંગોના વાલીઓ, કર્મચારીગણે મોટી સંખ્યામાં હાજરી આપેલ. સંસ્થાના માનદ્દ મંત્રી કિરીટભાઈ રાઠોડ દ્વારા આભારવિધિ કરવામાં આવેલ તથા શિક્ષક ખેવનાબેન ઓઝા દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું,