પાલીતાણામાં પેટ્રોલપંપના કર્મચારી પર ત્રણ શખ્સોએ હુમલો કરી લૂંટ ચલાવી

105

પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારૂઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી
ભાવનગર જિલ્લાના પાલીતાણા-તળાજા રોડપર આવેલા એક પેટ્રોલપંપ પર ત્રણ અજાણ્યા શખ્સોએ પેટ્રોલ પુરાવવાના બહાને આવી પંપ ફિલર પર હુમલો કર્યો હતો. જે બાદ રોકડ રકમની લૂંટ ચલાવી નાસી છુટ્યા હતાં. આ સમગ્ર બનાવ અંગે પાલીતાણા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર પાલીતાણા-તળાજા હાઈવે પર નેહા પેટ્રોલિયમ નામે એક પંપ આવેલો છે. આ પંપ પર આજે સવારે ત્રણ અજાણ્યા શખ્સો બાઈકમા પેટ્રોલ પુરાવા માટે આવ્યા હતા. આ દરમિયાન આ ત્રણેય શખ્સોએ ફિલર-કર્મચારી કુલદીપ રાજપૂત પર હુમલો કરી તેના ખીસામાં રહેલ રોકડા રૂપિયા 6 હજારની લૂંટ ચલાવી નાસી છુટ્યા હતાં. આ લૂંટારૂઓની કરતૂતો પંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં આબાદ કેદ થઈ હતી. આ અંગે પાલીતાણા રૂરલ પોલીસને જાણ કરાતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કર્મચારી એ નોધાવેલી ફરીયાદ તથા સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા લૂંટારૂઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Previous articleભાવનગર પોલીસ તથા સ્કૂલોના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓને વિવિધ બાબતે અવગત કરાવવા સ્પેશ્યિલ અવરનેસ કાર્યક્રમ યોજાયો
Next articleગરીબોના ઘરમાં સુખનો સૂર્યોદય અને ગરીબીના ઓછાયાનો અસ્તાચળ લાવવાનું કાર્ય ગરીબ કલ્યાણ મેળા થકી થયું છેઃ વન અને પર્યાવરણ મંત્રી