ભાવનગર જિલ્લામાંથી કોરોનાની વિદાય, આજે એકપણ કેસ ન નોંધાયો

129

ભાવનગર જિલ્લામાં કોરોના કેસમાં દિનપ્રતિદિન સતત ઘડાડો નોંધાતા રાહત થઈ છે. આજે ભાવનગર જિલ્લામાં એકપણ કેસ ન નોંધાતા તંત્ર અને જિલ્લાવાસીઓએ રાહતના શ્વાસ લીધા છે. જિલ્લામાં આજે શહેર અને ગ્રામ્યમાં એક પણ કેસ નોંધાયો ન હતો. ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૦૦ અને તાલુકાઓમાં ૦૦ કેસ મળી કુલ ૦૦ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી હતી. જિલ્લામાં ગ્રામ્યમાં ૩ દર્દી મળી કુલ ૯ એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૯ હજાર ૨૩૮ કેસ પૈકી હાલ ૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૩૫૯ દર્દીઓનું અવસાન થયું છે.

Previous articleગરીબોના ઘરમાં સુખનો સૂર્યોદય અને ગરીબીના ઓછાયાનો અસ્તાચળ લાવવાનું કાર્ય ગરીબ કલ્યાણ મેળા થકી થયું છેઃ વન અને પર્યાવરણ મંત્રી
Next articleરૂ.૧૪.૩૦ કરોડના ૫૩૦ વિકાસના કામોને આયોજન મંડળની મંજૂરી