મીરાબાઈ ચાનૂએ સિંગાપુરમાં જીત્યો ગોલ્ડ મેડલ

75

નવીદિલ્હી,તા.૨૬
ભારતની સ્ટાર વેટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ શુક્રવારે સિંગાપુર વેટલિફ્ટીંગ ઈંટરનેશનલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેની સાથે જ તેમણે કોમનવેલ્થ ગેમ્સ માટે ક્વાલીફાઈ કરી લીધું છે. તેઓ હવે કોમનવેલ્થ ગેમ્સમાં ૫૫ કિગ્રા ભાર વર્ગમાં વેટલિફ્ટીંગ કરતા દેખાશે. ચાનૂએ પહેલીવાર કોઈ હરીફાઈમાં ૫૫ કિગ્રા ભાર વર્ગમાં ભાગ લીધો છે. તેમણે અહીં કુલ ૧૯૧ કિલોગ્રામ ભાર ઉઠાવ્યો હતો. તેમને કઈ ખિલાડીથી ટક્કર મળી નહીં. બીજા સ્થાન પર ઓસ્ટ્રેલિયાની જેસિકા સેવાસ્ટેંકો રહી, તેણે કુલ ૧૬૭ કિગ્રા વજન ઉચક્યો હતો. મલેશિયાની એલી કેસેંડ્રા એંગલબર્ટ ૧૬૫ કિગ્રા સાથે ત્રીજા નંબર રહી હતી. ગત વર્ષે ટોક્યો ઓલંપિકમાં રજત પદક જીત્યા બાદ આ પ્રથમ હરીફાઈ હતી, ઓલંપિક બાદ ડિસેમ્બરમાં તે વિશ્વ ચેમ્પિયનશિપમાંથી હટી ગયા હતા. ૨૭ વર્ષિય ચાનૂ કોમનવેસ્થ રેંકીંગના આધાર પર ૪૯ કિગ્રામ ભાર વર્ગમાં કોમનવેલ્થ ગેમ્સ માટે ક્વાલિફાઈ કરી ચુકી હતી. જો કે, ભારતને વધારે સ્વર્ણ પદક અપાવાની સંભાવના વધારવા માટે ચાનૂએ ૫૫ કિગ્રા ભારવર્ગમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો. આપને જણાવી દઈએ કે, સિંગાપુર વેટલિફ્ટીંગ ઈંટરનેશનલ પ્રતિયોગિતા બર્મિંધમમાં આ વર્ષે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે એક ક્વાલિફાઈંગ ઈવેંટ છે. આ ટૂર્નામેંટમાં દરેક ભારવર્ગથી ટોપ આઠ વેટલિફ્ટર ડાયરેક્ટ કોમનવેલ્થ ગેમ્સ માટે ક્વાલીફાઈ કરી લેશે.

Previous articleરૂપાલી ચાહકો તરફથી મળતા પ્રેમથી ખૂબ જ ખુશ
Next articleઝગમગતા દીવડા :- વર્ષા જાની (ભાગ-૫)