શહેરમાં ૪ અને ગ્રામ્યમાં ૩ દર્દીઓ મળી કુલ ૭ એક્ટિવ કેસ
ભાવનગર જિલ્લામાં કોરોના કેસમાં દિનપ્રતિદિન સતત ઘડાડો નોંધાતા રાહત થઈ છે. આજે ભાવનગર જિલ્લામાં એકપણ કેસ ન નોંધાતા તંત્ર અને જિલ્લાવાસીઓએ રાહતના શ્વાસ લીધા છે. જિલ્લામાં આજે શહેર અને ગ્રામ્યમાં એક પણ કેસ નોંધાયો ન હતો. ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૨ અને તાલુકાઓમાં ૦ કેસ મળી કુલ ૨ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી હતી. શહેરમાં ૪ અને જિલ્લામાં ગ્રામ્યમાં ૩ દર્દી મળી કુલ ૭ એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૯ હજાર ૨૩૮ કેસ પૈકી હાલ ૭ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૩૫૯ દર્દીઓનું અવસાન થયું છે.