સ્વતંત્રતા કા અમૃત મહોત્સવ અંતર્ગત વિજ્ઞાનગુર્જરી દ્વારા ગુજરાત વિજ્ઞાન સંમેલનનું આયોજન તા. ૩૦ જાન્યુઆરીથી ૫ ફેબ્રુઆરી ૨૦૨૨ દરમિયાન જુદા જુદા વિષયો ઉપર થયેલ. જેમાં ભારતભરમાંથી ૨૫૦ જેટલી શાળા, કૉલેજ, યુનિવર્સિટી જેવી સંસ્થાઓએ ભાગ લીધેલ જેમાં ૧૫૦ થી વધુ એક્સપર્ટ દ્વારા નોલેજ શેરિંગ કરવામાં આવ્યું હતું. આ ઓનલાઇન આયોજીત વિજ્ઞાન સંમેલનમાં વિજ્ઞાન દ્વારા ગુજરાતનો વિકાસ કેવી રીતે થાય તે હેતુસર અલગ અલગ ૧૩ જેટલા વિષયોમાં આયોજન થયેલ. આ સંમેલનમાં ભાવનગર યુનિવર્સિટી સંચાલિત સર પી.પી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સના બોટની વિષયમાં ડૉ. શૈલેષભાઈ કે. મહેતાના માર્ગદર્શન હેઠળ સંશોધનકાર્ય કરી રહેલ વિદ્યાર્થિનીઓ પૈકી કુ.નિરાલી વિ.મહેતાએ સસ્ટેનેબલ એન્વાયરમેન્ટ વિષયમાં દ્વિતીય ક્રમ તથા કુ. મેઘા પી. પંડ્યાએ અગ્રીકલ્ચર વિષયમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરેલ છે. આ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ સંસ્થાના ઈનચાર્જ આચાર્ય ડૉ. જી. એમ.સુતરીયા. એ બંને વિદ્યાર્થીનીઓને તથા તેમના માર્ગદર્શક શિક્ષકને અભિનંદન આપેલ.