ભંડારીયાની ડુંગરમાળમા બિરાજતા માળનાથ મહાદેવના સાનિધ્યમાં મહા શિવરાત્રી પર્વની ઉજવણી કરાશે

80

જય માળનાથ ગૃપ દ્વારા ત્રી-પ્રહર પૂજા દિપમાળ સહિતના કાર્યક્રમોનું આયોજન મંદિરે તડામાર તૈયારીઓને આખરી ઓપ
ભાવનગર જિલ્લાના ભંડારીયા ગામની સીમમાં આવેલ ડુંગરમાળમાં બિરાજતાં પ્રાચિન અને આશરે ૬૫૦ વર્ષ જૂના માળનાથ મહાદેવના સાનિધ્યમાં મહા શિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.જય માળનાથ ગૃપ ભાવનગર અને માળનાથ મહાદેવ મંદિર ના સંયુક્ત ઉપક્રમે આગામી તા.૧.૩.૨૦૨૨ને મંગળવારે મહા શિવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે જેમાં વહેલી સવારે ૬ કલાકે દિપમાળ સવારે ૯ઃ૩૦ કલાકે ધ્વજા રોહણ બપોરે ૧૨ઃ૩૯ દિપમાળ સાંજે ૭ઃ૦૦ કલાકે દિપમાળ રાત્રે ૧૨ઃ૦૦ કલિકે દિપમાળ સાથે સવારથી ફળાહાર નું વિતરણ કરવામાં આવશે આ તકે પધારતા સાધુસંતો ના સામૈયા સાથે સ્વાગત અને બ્રાહ્મણો દ્વારા ત્રી-પ્રહર મહાપૂજા નું આયોજન કરવામાં આવ્યું છે કુદરતની નયનરમ્ય ગોદમાં બિરાજતાં દેવાધિદેવ માળનાથ મહાદેવના મહાપર્વમા સૌવ ભક્તો ને પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે.

Previous articleગુજરાત વિજ્ઞાન સંમેલનમાં સાયન્સ કોલેજની બે વિદ્યાર્થિનીઓની સિદ્ધિ
Next articleઆંતરરાષ્ટ્રીય યોગ ચેમ્પિયન હેતસ્વી સોમાણીનો આજે જન્મદિવસ