વિશ્વ ફલક પર દેશનું નામ રોશન કરાવેલ તેમજ હાલ ઓલ ઈન્ડિયાના યોગક્ષેત્રે છેલ્લા બે વર્ષથી બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સેવા આપી રહેલ છે. ભાવેણાને વિશ્વમાં યોગક્ષેત્રે અનેક ખિતાબો અને મેડલો જીતાડનાર હેતસ્વી સોમાણીનો આજે જન્મદિવસનો અનોખો અવસર છે ત્યારે દરેક ભાવેણાવાસી તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવીયે છે. આજે તેઓ ૨૨ વર્ષ પૂર્ણ કરી ૨૩ વર્ષમાં મંગળ પ્રવેશ કરશે. મમ્મી નેહલબેન, સાસુ સુનિતાબેન, પિતા પ્રવિણભાઈ, સસરા ભરતભાઈ, પતિ કાર્તિક અને નાનોભાઈ ધાર્મિક સાથે ઉત્સાહભેર જન્મદિવસની ઉજવણી કરશે.