દેશમાં કોરોનાની ચોથી લહેર ૨૨ જૂને શરૂ થઈ શકે

67

કોરોના વાયરસની ત્રીજી લહેર ભારતમાં ઠંડી પડી ગઈ : ચોથી લહેરની ગંભીરતા કોરોના વાયરસના નવા વેરિન્ટના સામે આવવા પર નિર્ભર રહેશે : એક્સપર્ટનું તારણ
નવી દિલ્હી, તા.૨૭
ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેર જેટલી ઝડપથી ઉપર ચઢી એટલી જ ઝડપથી નીચે પણ આવી ગઈ. પરંતુ હવે કોરોનાની ચોથી લહેર અંગે આગાહી કરવામાં આવી રહી છે. આઈઆઈટીના એક્સપર્ટનું માનવું છે કે દેશમાં કોરોના વાયરસની ચોથી લહેર ૨૨ જૂને શરુ થઈ શકે છે. ચોથી લહેરની અસર ૨૪ ઓક્ટોબર સુધી રહેવાની ભવિષ્યવાણી કરાઈ છે. ચોથી લહેરની ગંભીરતા કોરોના વાયરસના નવા વેરિન્ટના સામે આવવા પર નિર્ભર રહેશે. આ લહેર ક્યારે શરુ થશે અને ક્યારે પીક પર પહોંચશે તે અંગે પણ એક્સપર્ટ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કોરોનાની ચોથી લહેરમાં બૂસ્ટર ડોઝની સાથે વેક્સીનેશનની સ્થિતિ પણ ઘણી જ મહત્વપૂર્ણ સાબિત થશે. આઈઆઈટી કાનપુરના રિસર્ચર્સનું કહેવું છે કે, કોવિડ-૧૯ની ચોથી લહેર ઓછામાં ઓછા ચાર મહિના સુધી રહેશે. આ ભવિષ્યવાણી ૨૪ ફેબ્રુઆરીએ પ્રીપ્રિન્ટ સર્વર સ્ીઙ્ઘઇટૈદૃ પર પબલ્શિ થઈ છે. એક્સપર્ટનું કહેવું છે કે ચોથી લહેરનો સમયગાળો ૧૫ ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ વચ્ચે પીક પર પહોંચી જશે. આ પછી તેમાં ઘટાડો થવાની શરુઆત થશે.આ ત્રીજી વખત છે કે આઈઆઈટી કાનપુરના રિસર્ચર્સે દેશમાં કોવિડ ૧૯ લહેરની ભવિષ્યવાણી કરી છે. તેમની ભવિષ્યવાણીઓ, વિશેષ રુપે ત્રીજી લહેર અંગે લગભગ સાચી સાબિત થઈ હતી. આ રિસર્ચ આઈઆઈટી કાનપુરના મેથેમેટિક્સ એન્ડ સ્ટેટેસ્ટિક ડિપાર્ટમેન્ટના એસપી રાજેશભાઈ, સુભરા શંકાર ધર અને શલભે કરી હતી. તમારી ભવિષ્યવાણી માટે ટીમે આંકડાના મૉડલનો ઉપયોગ કરીને કહ્યું કે કોરોનાની ચોથી લહેર કોરોના મહામારીની શરુઆતના લગભગ ૯૩૬ દિવસ પછી આવી રહી છે.
એવામાં ચોથી લહેર (સંભાવના) ૨૨ જૂનથી શરુ થવાની છે. જે ૨૩ ઓગસ્ટે પીક પર પહોંચશે અને ૨૪ ઓક્ટોબરે સમાપ્ત થઈ જશે. ટીમે ચોથી લહેર પીકના સમયને માપવા માટે ’બૂટસ્ટ્રેપ’ નામની મેથડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ મેથડનો ઉપયોગ અન્ય દેશોમાં ચોથી અને અન્ય લહેરની ભવિષ્યવાણી માટે કરવામાં આવી શકે છે.

Previous articleખારકીવમાં ગેસ પાઇપલાઇન ઉડાવી, શ્વાસ લેવામાં મુશ્કેલી
Next articleહિજાબ વિવાદને ઉપરાષ્ટ્રપતિ નાયડૂએ ગણાવ્યો બિનજરૂરી