બૉલીવુડ અભિનેત્રી અર્ચના ગુપ્તા પરિવાર સાથે પાળીયાદ વિસામણબાપુની જગ્યાના દર્શન કર્યા

80

આજરોજ બૉલીવુડ , તામિલ , કન્નડ , મલયાલમ , તેલુગુ , પિક્ચર તેમજ હિન્દી વેબ સિરીઝ ની અભિનેત્રી અર્ચના ગુપ્તા પરિવાર સાથે જગ વિખ્યાત દેહાણ પરંપરા ની પુજ્ય વિસામણબાપુ ની જગ્યા પાળીયાદ વિહળધામ ખાતે ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર વિહળાનાથ ના દર્શન કરેલ આશીર્વાદ લીધેલ અને જગ્યા ના મહંત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર નિર્માળાબા ઉનડબાપુ ને મળી એમના દર્શન અને આશીર્વાદ લીધેલા તેમજ ઠાકર પરિવાર અને બાળ ઠાકર સાથે વાર્તાલાભ કરેલ તેમજ ત્યારબાદ ગૌશાળા અને અશ્વશાળા તેમજ વિહળવાટીકા ની મુલાકાત લીધેલ અને ભોજન પ્રસાદ લીધેલ તેમજ ખૂબ રાજીપો અને ધન્યતા , દિવ્યતા વ્યક્ત કરેલ ત્યારબાદ સોમનાથ દાદા ના દર્શન કરવા નીકળેલ.
તસવીર-વિપુલ લુહાર,પાળીયાદ

Previous articleહિજાબ વિવાદને ઉપરાષ્ટ્રપતિ નાયડૂએ ગણાવ્યો બિનજરૂરી
Next articleરાણપુરમાં ગીરનારી આશ્રમ ખાતે હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ યોજાયો..