બોટાદ જીલ્લાના રાણપુરમાં પાળીયાદ રોડ ઉપર આવેલ ગીરનારી આશ્રમ ખાતે શિવરાત્રી ના તહેવાર નિમિત્તે આજરોજ હોમાત્મક મહા લઘુરૂદ્ર યજ્ઞ યોજવામાં આવ્યો હતો.સવારે ૯ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી યજ્ઞ ચાલ્યો હતો.વિધ્વાન બ્રાહ્મણો દ્રારા મંત્રોચ્ચાર સાથે સાંઝે ૪ વાગે શ્રીફળ હોમવામાં આવ્યુ હતુ.તેમજ બ્રહ્મ ભોજન સહીતના કાર્યક્રમ યોજાયા હતા.મહા લઘુરૂદ્ર યજ્ઞ ના યજમાન તરીકે ગીરનારી સેવક મંડળ રહ્યા હતા.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર