યુક્રેનમાં ફસાયેલા ભારતીયો સરકારની એડવાઈઝરીને બરોબર સમજી તેનું અમલ કરેઃ મનસુખ માંડવીયા

157

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોમાંથી દરરોજ 2000 લોકોને પરત લાવવાનું સરકારનું આયોજન
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા આજે ભાવનગરના પ્રવાસે છે. ત્યારે આજે સવારે પાલીતાણાની મામલતદાર કચેરી ખાતે ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણીમાં મતદાન કરી લોકભારતી સણોસરા ખાતે વિજ્ઞાન પ્રસાર પ્રચાર સપ્તાહના સમાપન કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યાં યુક્રેનમાં ફસાયેલા લોકોને લઈ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ મહત્વનું નિવેદન આપ્યું હતું. લોકભારતી સણોસરા ખાતે વિજ્ઞાન પ્રસાર પ્રચાર સપ્તાહ સમાપન કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી લોકોને હાલ નવી એડવાઈઝરી બહાર ન પડે ત્યાં સુધી સુરક્ષિત રહેવા સૂચના આપવામાં આવી છે. લોકો સરકારની એડવાઈઝરીને બરોબર સમજી તેનું અમલ કરે. હાલ યુક્રેનની અજુબાજુના દેશોમાં સરકારના 4 મંત્રીઓને મોકલવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વધુમાં જણાવ્યું કે, યુક્રેનમાં ફસાયેલા ભારતીયોમાંથી દરરોજ 2000 લોકોને પરત લાવવાનું સરકારનું આયોજન છે. અત્યારે 18 થી 20 હજાર ભારતીય વિદ્યાર્થીઓ, વેપારીઓ સહિતના લોકો હાલ યુક્રેનમાં ફસાયા છે. હેંગરી બોર્ડર, રોમાનિયા, પોલેન્ડ વગેરે જગ્યાએ એમ ચાર જગ્યાએ ભારતના 4 મંત્રીઓને મોકલવામાં આવશે.અને નવી ગાઈડ લાઈન પ્રમાણે પાલન કરે,

Previous articleરાણપુરમાં ગીરનારી આશ્રમ ખાતે હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ યોજાયો..
Next articleભાજપ-કોંગ્રેસ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ