મગજની ગંભીર બીમારીથી પીડાતા બાળકના જન્મદિવસની ઉજવણી ભાવનગરની બજરંગદાસ બાપા હોસ્પિટલ દ્વારા કરાઇ

70

આ બાળકના નવા જન્મના ભાગરૂપે ઉજવણી કરાઈ: ડો.વિપુલ પારેખ
ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં આવેલી બજરંગદાસ બાપા હોસ્પિટલ ખાતે આજે ગંભીર બીમારીથી પીડાતા બાળકનો હોસ્પિટલ દ્વારા જન્મદિવસ ઉજવણી કરવામાં આવી છે. આજે હોસ્પિટલના ડોક્ટરો દ્વારા તે બાળકનો જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. બાળક 21 દિવસથી મગજની અતિ ગંભીર કહી શકાય તેવી બીમારી ગુલીયન બારી સિન્ડ્રોમ (GBS) સામે લડી રહ્યો છે.

આજે રોજ અનેજ નામના બાળકનો 11મો જન્મદિવસ છે. ડોક્ટરોએ જણાવ્યું કે, આ બાળકનો નવો જન્મ થયો છે. 21 દિવસ પહેલા દાખલ કરવામાં આવ્યો ત્યારે તે બાળક જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો અને અનેજ ચાર-પાંચ દિવસથી વેન્ટિલેટર પર રહ્યો હતા. પરંતુ ધીમે ધીમે તેમની તબિયતમાં સુધારો જોવા મળતા વેન્ટિલેટર કાઢવામાં આવ્યુ હતું.
બજરંગદાસ બાપા આરોગ્યધામ ખાતે એક 11 વર્ષીય બાળક દાખલ છે. જેને મગજની અતિ ગંભીર કહી શકાય તેવી બીમારી ગુલીયન બારી સિન્ડ્રોમ (GBS) છે. જ્યારે દર્દી આવ્યું ત્યારે તેની હાલત ખૂબ જ ખરાબ હતી. તેને ખૂબ લાંબા સમય સુધી વેન્ટિલેટર પર રાખ્યા બાદ 3 દિવસથી વેન્ટિલેટર કાઢી નાખેલ છે અને કુદરતી શ્વાસ ઉપર જીવિત છે. સંસ્થા દ્વારા તેને સારવાર ખર્ચમાં પણ રાહત કરી અપાયેલ છે. ગઈકાલે અનેજનો જન્મદિવસ હોસ્પિટલના ડોક્ટરો ડો.દર્શન શુક્લ, ડો.વિપુલ પારેખ, ડો.હિરેન કવા, ડો.ધવલ વૈદ્ય, ડો.ભાવેશ સોલંકી તથા સ્ટાફ મિત્રોએ ખુબજ આનંદ સાથે ઉજવણી કરી હતી.

Previous articleભાજપ-કોંગ્રેસ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ
Next articleગુજરાતી ફિલ્મ ‘પ્રેમ પ્રકરણ’ ના કલાકારો ભાવનગરના આંગણે