રશિયા-યુક્રેનમાં યુધ્ધની આફતમાં ઘેરાયેલાં વિદ્યાર્થીઓ પૈકી પ્રાપ્તિ કામદાર વિદ્યાર્થીની હેમખેમ પરત ફરી

50

ભાવનગરની વિદ્યાર્થીનીએ નઝરે નિહાળેલો જંગ ચિતાર પરિવાર સામે રજૂ કર્યો
ભાવનગર શહેરના એરપોર્ટ રોડ બાલયોગીનગર વિસ્તારમાં રહેતા રહેતી શહેર ભાજપના અગ્રણી ધર્મેન્દ્રભાઈ મહેતા ની ભત્રીજી કુ. પ્રાપ્તિબેન જયેશભાઈ કામદાર યુક્રેનમાં એમબીબીએસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. હાલમાં યુક્રેનમાં યુદ્ધના માહોલમાં આ યુવતી ફસાઇ હતી. સરકાર દ્વારા કરેલ વ્યવસ્થાને કારણે વિદ્યાર્થીની પ્રાપ્તિ કામદાર હેમખેમ પરત છે, ભાવનગર શહેરમાં રહેતી અને હાલ યુક્રેનમા તબીબી અભ્યાસ માટે ગયેલી એક યુવતી યુધ્ધ ના ભયાવહ માહોલ માથી સુરક્ષિત પરત ફરતાં પરીજનોને મન હાંશકારો થયો છે યુધ્ધ ભૂમિ થી પરત ફરેલી વિદ્યાર્થીનીએ નઝરે નિહાળેલ જંગનો ભયાવહ માહોલ વર્ણવ્યો હતો.

શહેરના બાલયોગીનગરમા રહેતા જયેશભાઈ કામદાર ની પુત્રી પ્રાપ્તિ આજથી ત્રણેય વર્ષ પૂર્વે એમબીબીએસ ના અભ્યાસ માટે યુક્રેન ગઈ હતી જયાં આ વર્ષે ત્રીજા વર્ષના અભ્યાસ સાથે તેનો અભ્યાસ પૂર્ણ થવાનો હોય આથી પ્રાપ્તિ મનોમન ખૂશ હતી પરંતુ આ ખુશી અલ્પજીવી નિવડી રશિયા એ યુક્રેન વિરુદ્ધ જંગ નું એલાન કરતાં સેંકડો વિદ્યાર્થીઓ સાથોસાથ પ્રાપ્તિ નો અભ્યાસ પણ દાવ પર લાગ્યો અને આ માહોલ વચ્ચે યુધ્ધ છેડાતા વિદ્યાર્થીઓ જીવ બચાવવા સ્વદેશ પરત ફરવા તલપાપડ બન્યાં પરંતુ પરિસ્થિતિ વિકટ બનતા પરત ફરવું પણ કપરું સાબિત થયું હાલમાં દેશના દૂરંદેશી અને કાર્યદક્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ યુક્રેનમા ફસાયેલા વિદ્યાર્થીઓ ને સુખરૂપ વતન પરત લાવવા અથાગ પ્રયત્નો હાથ ધર્યા છે ત્યારે યુક્રેન થી ભારત આવેલી વિદ્યાર્થીઓ ની પ્રથમ બેંચમા ભાવનગર ની પ્રાપ્તિ કામદાર નો પણ સમાવેશ થયો છે, આ હરખના વાવડ ને પગલે ચિંતાતૂર કામદાર પરીવારમાં ખુશીની લહેર વ્યાપી અને આજરોજ કામદાર પરીવારની પ્રાપ્તિ પોતાના ઘરે પરત ફરી હતી પરત આવેલી પ્રાપ્તિ એ સમરાંગણમાં નઝરે નિહાળેલ દશ્યો નું પરીવાર સમક્ષ તાદશ્ય વર્ણન કર્યું હતું અને આવા વિષમ માહોલ વચ્ચે ભારતીયોને સુખરૂપ ઘર સુધી પહોંચાડનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર નો આભાર માન્યો હતો આ વિદ્યાર્થીની ને આવકારવા પૂર્વ મેયર નિમૂબેન બાંભણીયા પણ પહોંચ્યા હતાં અને તેઓએ દિકરી પ્રાપ્તિ ને આવકારી ખબર અંતર પુછી વડાપ્રધાન મોદી નો આભાર માન્યો હતો વધુ માં પ્રાપ્તિ એ જણાવ્યું હતું કે ત્યાં નો માહોલ ખૂબ જ ડરામણો હતો પરંતુ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના કારણે આગામી દિવસોમાં તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત વતન પહોંચી જશે. આજે સાંજે ભાવનગર આવી પહોંચતા પરિવારજનોમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ હતી. આ સમયે વિસ્તારના આગેવાનો પૂર્વમેયર નિમુબેન બાંભણિયા, પુષ્પાબેન મકવાણા, ધર્મેન્દ્રભાઈ મહેતા વિગેરે આગેવાનો રહ્યા હતા.

Previous articleજૂનાગઢના કેદીઓ અને પોલીસ જવાનો વચ્ચે ભાવનગર જિલ્લા જેલમાં મારામારી સર્જાઈ
Next articleચૌદ બ્રહ્માંડના આધિપતિ દેવાધિદેવ મહાદેવનું મહા પર્વ મહાશિવરાત્રી