મુંબઇ,તા.૨૮
ભારતે રવિવારે ત્રીજી અને અંતિમ ટી ૨૦ ઈન્ટરનેશનલ મેચમાં શ્રીલંકાને છ વિકેટે હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં ૩-૦થી ક્લીન સ્વીપ કર્યું હતું. આ શ્રેણીમાં શ્રીલંકાના બોલરો ભારતના સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યરને આઉટ કરી શક્યા ન હતા. ત્રીજી મેચમાં શ્રેયસ અય્યરે અણનમ ૭૩ રન બનાવી ભારતને જીત અપાવી હતી. આ સાથે શ્રેયસ અય્યરે વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો. અય્યર ભારત માટે ત્રણ મેચની ટી ૨૦ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેણે આ સિરીઝમાં ત્રણ ઇનિંગ્સમાં કુલ ૨૦૪ રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ ૨૦૧૬માં ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની ટી ૨૦ શ્રેણીમાં ૧૯૯ રન બનાવ્યા હતા. આ પહેલા કોહલીએ ૨૦૧૯માં વેસ્ટ ઈન્ડિઝ સામે ૧૮૩ રન બનાવ્યા હતા.શ્રેયસ અય્યરે પ્રથમ મેચમાં ૨૮ બોલમાં અણનમ ૫૭ રન બનાવ્યા હતા. બીજી મેચમાં તેણે ૪૪ બોલમાં અણનમ ૭૪ રન બનાવ્યા, જે સિરીઝમાં તેનો સર્વોચ્ચ સ્કોર પણ હતો. ત્રીજી મેચમાં અય્યરે ૪૫ બોલમાં અણનમ ૭૩ રનની ઇનિંગ રમી હતી. ફોર્મમાં ચાલી રહેલા શ્રેયસ અય્યરે અણનમ ૭૩ રન બનાવ્યા અને ભારતે રવિવારે ત્રીજી અને અંતિમ ટી ૨૦માં શ્રીલંકાને ૧૯ બોલ બાકી રાખીને છ વિકેટે હરાવીને ત્રણ મેચની શ્રેણી ૩-૦થી ક્લીન સ્વીપ કરી. અને અફઘાનિસ્તાનના ૧૨થી જીતવાના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી