નવી દિલ્હી, તા.૨૮
ભારતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં આજે ૧૦ હજારથી પણ ઓછા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં ૮૦૧૩ નવા કેસ અને ૧૧૯ સંક્રમિતોના મોત થયા છે. જ્યારે ૧૬,૭૬૫ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. દૈનિક પોઝિટિવિટી રેટ ૧.૧૧ ટકા છે. કુલ એક્ટિવ કેસોની સંખ્યા જોઈએ તો ૧,૦૨,૬૦૧ છે. જ્યારે કુલ રિકવરી ૪,૨૩,૦૭,૬૮૬ જોવા મળ્યો છે. કુલ મૃત્યુઆંક ૫,૧૩,૮૪૩ ઉપર પહોંચ્યો છે. સરકાર દ્વારા કુલ રસીકરણ ૧૭૭,૫૦,૮૬,૩૩૫ લોકોને કરવામાં આવ્યું છે. દેશમાં કોરોનાની ત્રીજી લહેર ધીમી પડવાની સાથે જ ચોથી લહેરની ભવિષ્યવાણી કરવામાં આવી છે. એક્સપર્ટના કહેવા મુજબ, દેશમાં કોરોનાની ચોથી લહેર ૨૨ જૂન આસપાસ શરૂ થઈ શકે છે. ચોથી લહેરની અસર ૨૪ ઓક્ટોબર સુધી ચાલુ રહી શકે છે. ચોથી લહેરની ગંભીરતા કોરોના વાયરસના નવા વેરિઅન્ટ પર નિર્ભર રહેશે. કોરોનાની ચોથી લહેરમાં બૂસ્ટર ડોઝ ઉપરાંત વેક્સિનેશનની સ્થિતિ ખૂબ મહત્વપૂર્ણ રહેશે. આઈઆઈટી કાનપુરના રિસર્ચર્સના કહેવા મુજબ, કોવિડ-૧૯ની ચોથી લહેર ઓછામાં ઓછા ચાર મહિના સુધી ચાલશે. આ ભવિષ્ય્યવાણી ૨૪ ફેબ્રુઆરી પ્રીપિંટ સર્વર સ્ીઙ્ઘઇટૈદૃ માં પબ્લિશ થઈ છે. એક્સપર્ટનું કહેવું છે કે ચોથી લહેરની પીક ૧૫ ઓગસ્ટથી ૩૧ સુધીમાં હશે. જે બાદ કેસમાં ઘટાડો થવાનું શરૂ થશે. ત્રીજી વખત આઈઆઈટી કાનપુરના રિસર્ચર્સે દેશમાં કોવિડ-૧૯ લહેરની ભવિષ્યવાણી કરી છે. તેમની ભવિષ્યવાણી ખાસ કરીને ત્રીજી લહેર અંગે સચોટ રહી છે. આ રિસર્ચ આઈઆઈટી કાનપુરના મેથેમેટિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક ડિપાર્ટમેંટના એસપી રાજેશભાઈ, સુભરા શંકર ઘર અને શલભે કરી હતી. પોતાની ભવિષ્યવાણી માટે ટીમે ગાણિતિક મોડલનો ઉપયોગ કરતા કહ્યું કે, કોરોનાની ચોથી લહેર કોરોના મહામારીની શરૂઆતના આશરે ૯૩૬ દિવલ બાદ આવી શકે છે. ચોથી લહેરનો અંદાજ બૂટસ્ટેપ નામની મેથડનો ઉપયોગ કરીને લગાવાયો છે. આ મેથડનો ઉપયોગ અન્ય દેશોમાં પણ ચોથી અને અન્ય લહેરની ભવિષ્યવાણીને લઈ કરવામાં આવી શકે છે.