અખિલેશ સોસાયટીમાંથી ઈંગ્લીશ દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો

83

લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પરપ્રાંતિય દારૂ-બિયર, સ્કુટર મળી કુલ .૨૫,૨૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો
ભાવનગર એલસીબી પોલીસની ટીમે ચોક્કસ બાતમી આધારે શહેરના અખિલેશ સર્કલ પાસે આવેલ અખિલેશ સોસાયટીમાં આવેલ એક રહેણાંકી મકાનમાં દરોડો પાડી દારૂ-બિયરનો જથ્થો ઝડપી લીધો હતો જયારે આરોપી નાસી છુટવામા સફળ રહ્યો હતો. જાણવા મળતી વિગતો અનુસાર એલસીબી ની ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલીંગ પર હોય એ દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી કે અખિલેશ સર્કલ પાસે રહેતો એક બુટલેગર દિપક પોપટ જેઠવા પોતાના રહેણાંકી મકાનમાં ગેરકાયદે ઈંગ્લીશ શરાબ-બિયરનુ વેચાણ કરે છે જે હકીકત આધારે ટીમે અખિલેષ સર્કલ નજીક આવેલી અખિલેષ સોસાયટી પ્લોટનં-૧માં દરોડો પાડી પરપ્રાંતિય શરાબ-બિયર એક એક્ટિવા સ્કુટર નં-જી-જે-૦૪-ડીસી-૪૦૪૦ એક ચૂંટણીકર્ડ મળી કુલ રૂ.૨૫,૨૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી મુદ્દામાલ ને બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોંપી બુટલેગર દિપક પોપટ જેઠવા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાવી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી .

Previous articleઉનાળો દેખાયો : શાકભાજી ભાવમાં ગરમી
Next articleઅભેસિંહ રાવલ દાહોદ ડાયાલીસીસ સિંગલ યુઝ એન્ડ બ્લડ ફ્યુઝનને ફરજિયાત કરનારું ગુજરાત દેશનુ પ્રથમ રાજ્ય : રાજ્ય આરોગ્યમંત્રી નિમિષાબેન સુથાર