અજયે થોટી મિનિટોના રોલ માટે ૧૧ કરોડ ચાર્જ કર્યા

65

મુંબઇ, તા.૧
બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ સિવાય અજય દેવગણ પણ મહત્વના રોલમાં છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ મુંબઈની એક પ્રખ્યાત સેક્સ વર્કર અને માફિયા ક્વીનનું પાત્ર ભજવી રહી છે. ’ગંગુબાઈ કાઠિયાવાડી’ના રોલ માટે આલિયા ભટ્ટે ખૂબ મહેનત કરી હતી. ત્યારે એક ન્યૂઝ રિપોર્ટ મુજબ, સંજય લીલા ભણસાળી ડિરેક્ટેડ ફિલ્મ ’ગંગુબાઈ કાઠિયાવાડી’માં એક્ટિંગ કરવા માટે એક્ટ્રેસ આલિયા ભટ્ટે રૂપિયા ૨૦ કરોડ લીધા છે. કદાચ તમને આલિયા ભટ્ટની ફી વધારે લાગી રહી હોય તો ’ગંગુબાઈ કાઠિયાવાડી’માં નાનકડા રોલ માટે એક્ટર અજય દેવગણની ફી જાણીને ચોંકી જશો! કારણકે, ’ગંગુબાઈ કાઠિયાવાડી’માં એક્ટર અજય દેવગણે માત્ર થોટી મિનિટોના રોલ માટે રૂપિયા ૧૧ કરોડ ચાર્જ કર્યા હોવાનું એક ન્યૂઝ રિપોર્ટથી જાણવા મળ્યું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ’ગંગુબાઈ કાઠિયાવાડી’ ફિલ્મનું બજેટ રૂપિયા ૧૦૦ કરોડથી પણ વધારે છે. રિપોર્ટ મુજબ, ’ગંગુબાઈ કાઠિયાવાડી’ના અન્ય કલાકારો જેવા કે વિજય રાઝે ૧.૫ કરોડ, શાંતનુએ ૫૦ લાખ, સીમા પાહવાએ ૨૦ લાખ, ઈન્દિરા તિવારીએ ૩૫ લાખ રૂપિયા એક્ટિંગ માટે ચાર્જ કર્યા છે. એક ન્યૂઝ રિપોર્ટ મુજબ, ’ગંગુબાઈ કાઠિયાવાડી’ના રોલની તૈયારી માટે આલિયા ભટ્ટે ઘણો સમય મુંબઈના રેડ લાઈટ એરિયા કમાઠીપુરાની અસલી સેક્સ વર્કર્સ સાથે પસાર કર્યો.
કારણકે, આલિયા ભટ્ટ ’ગંગુબાઈ કાઠિયાવાડી’ના પાત્રમાં પોતાની જાતને ઢાળવા માટે કમાઠીપુરાની સેક્સ વર્કર્સની બોલી, રહેણીકરણી, જીવનશૈલી જાણવા માગતી હતી. કારણકે, રિયલ લાઈફમાં ’ગંગુબાઈ કાઠિયાવાડી’ મુંબઈની કમાઠીપુરામાં રહેતી હતી. રિપોર્ટ્‌સ પ્રમાણે, ફિલ્મમાં પાત્રને સારી રીતે ભજવવા માટે આલિયા ભટ્ટ કમાઠીપુરાના રેડ લાઈટ એરિયાની રિયલ-લાઈફ સેક્સ વર્કર્સને મળી હતી. જ્યાં રિયલ-લાઈફ ગંગુબાઈએ ઘણા વર્ષો સુધી રાજ કર્યું હતું. આ ફિલ્મ દ્વારા અજય અને સંજય લીલા ભણસાળી ૨૨ વર્ષ બાદ એકસાથે કામ કરી રહ્યા છે. છેલ્લે બંનેએ ફિલ્મ ’હમ દિલ દે ચૂકે સનમ’માં સાથે કામ કર્યું હતું.

Previous articleઅભેસિંહ રાવલ દાહોદ ડાયાલીસીસ સિંગલ યુઝ એન્ડ બ્લડ ફ્યુઝનને ફરજિયાત કરનારું ગુજરાત દેશનુ પ્રથમ રાજ્ય : રાજ્ય આરોગ્યમંત્રી નિમિષાબેન સુથાર
Next articleરોહિત સૌથી વધુ ટી ૨૦ મેચ રમનાર ખેલાડી બન્યો