RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
ર૯૪. નીચે આપેલ વાકય માટે આપેલ વિકલ્પોમાંથી લેખ રૂઢિ અને ભાક્ષાની દ્રષ્ટિએ શુદ્ધ વાકય જણાવો.‘ ટોપીવાળાને કાયમ માટે હંમેશા યાદ રહે એવું કંકઈ આપવું જ જોઈએ’
– ટોપીવાળાને હંમેશા યાદ રહે એવું કાંઈક આપવું જોઈએ
ર૯પ. આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ જણાવો. ‘શ્રુતિ’
– વેદ
ર૯૬. આપેલ શબ્દ સંધિ છુટી પાડો : – ‘હેત્વાભાસ’
– હેતુ + આભાસ
ર૯૭. નીચેનામાંથી મધ્યમપદલોપી સમાસનું કયું ઉદાહરણ નથી ?
– અધમૂઓ
ર૯૮. આપેલ કહેવતનો અર્થ શોધો ‘ભેંસ ભાગોળે ને છાશ છાગોળે’
– કપોળ કલ્પનામાં રાચવું.
ર૯૯. નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી છે ?
– મોંસૂઝણું
૩૦૦. નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો
– A-4, B-2, C-1, D-3
૩૦૧. નીચે આપેલા વાકયોમાંથી સાદા વાકયો છુટા પાડો. હરિયો બસમાં બેઠો ત્યારથી એક માણસ તેને જોઈ રહ્યો હતો એટલે હરિયાને થયું કે એ માણસ તેને કામ આપશે.
– હરિયો બસમાં બેઠો. એક માણસ તેને જોઈ રહ્યો હતો. હરિયાને થયું. એ માણસ તેને કામ આપશે.
૩૦ર. નીચેના શબ્દસમુહ માટે કયો સામાજિક શબ્દ યોગ્ય નથી ?
– હું પણાનો ભાર : સ્વાભિમાન
૩૦૩. નીચેના શબ્દોમાંથી કયુ શબ્દજુથ શબ્દકોશના ક્રમમાં છે ?
– ઘોડો, દિવસ, દિવાળી, ધીરજ, ભાગ
૩૦૪. આપેલ શબ્દ માટે રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો : ‘પડો વજાડવો’
– જાહેરાત કરવી
૩૦પ. ‘ડોસો જાણે નરસિંહ અવતાર હતો’ – આ વાકયમાં કયો અલંકાર છે ?
– ઉત્પ્રેક્ષા
૩૦૬. નીચેના વાકયમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. ‘મેનકાનું રૂપ જોઈને વિશ્વામિત્ર ઋષિ મંત્રમુગ્ધ થઈ ગયા.’
– તૃતીયા તત્પુરૂષ
૩૦૭. ‘કલ્પવૃક્ષ જો કરી ખાય, તેનો ચોર પૈદા ન થાય’ – રેખાંકિત પદનો સમાસ ઓળખાવો.
– મધ્યમપદલોપી સમાસ
૩૦૮. નીચેના વાકયમાં રેખાંકિત શબ્દ પછી કયું વિરામચિહ્ન મુકાશે ? મારૂ ધ્યાન દોરવા તેણે કહ્યું ‘સાભળો છો ? ’
– ગુરૂવિરામ
૩૦૯. ‘અન્તઃપુર’ શબ્દનો સમાનાર્થ ?
– રાણીવાસ
૩૧૦. કહેવતનો અર્થ આપો : ‘હૈયે તેવુુ હોઠે’
– વિચાર તેવી વાણી
૩૧૧. શબ્દસમુહ માટે એક શબ્દ આપો : ‘કોઈની પણ મદદ ન લેનાર’
– સ્વાવલંબી
૩૧ર. નીચેનામાંથી કઈ કહેવત નથી ?
– જીવ હેઠો બેઠો
૩૧૩. ‘પલાખુ’ શબ્દમાં કયો અર્થ છે ?
– આકંનો પાડાનો પ્રશ્ન
૩૧૪. ‘મામાનું ઘર કેટલે દીવો બળે એટલે’ – કહેવતનો અર્થ
– વખત આવે ખરેખર શું તેની ખબર પડી જવી
૩૧પ. ‘મહેનત’ સંજ્ઞાનો પ્રકાર દર્શાવો
– ભાવવાચક
૩૧૬. ‘જેના ભાગ્યમાં જે સમયે જ લખ્યુ તેને તે સમયે તે જ પહોંચે’ – આ ઉકિત કોની છે ?
– નરસિંહ મહેતા
૩૧૭. ‘સત્યના પ્રયોગો’ કોની આત્મકથા છે ?
– મહાત્મા ગાંધી