કીવ,તા.૧
યુક્રેન વિરુદ્ધ રશિયાના હુમલા સતત વધી રહ્યા છે. આ બધા વચ્ચે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે રશિયાએ યુક્રેનમાં યુદ્ધ દરમિયાન વેક્યૂમ બોમ્બનો ઉપયોગ કર્યો છે. અત્રે જણાવવાનું કે રશિયાના રાષ્ટ્રપતિએ હાલમાં જ દેશની ન્યૂક્લિયર ફોર્સને તૈયાર કરવા માટે કહ્યું હતું. વેક્યૂમ બોમ્બ ન્યૂક્લિયર બોમ્બ બાદ સૌથી ખતરનાક ગણાય છે. જેને રશિયાએ ’ફાધર ઓફ ઓલ બોમ્બ’ નામ પણ આપ્યું છે. આ દાવો યુક્રેનના અમેરિકામાં રાજદૂત ઓકસાના માર્કારોવાએ કર્યો. તેમણે કહ્યું કે રશિયાએ આ વિનાશક બોમ્બનો ઉપયોગ કર્યો છે. આ બોમ્બને જીનેવા કન્વેન્શન દરમિયાન બેન કરાયો હતો. ઓકસાના માર્કારોવાએ દાવો કર્યો છે કે રશિયાએ આ બોમ્બનો ઉપયોગ એરસ્ટ્રાઈક દરમિયાન કર્યો. આ ઉપરાંત યુક્રેનમાં ઓખતિર્કાના મેયરે પણ આ ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે રશિયા પર વેક્યૂમ બોમ્બ છોડવાનો આરોપ લગાવ્યો છે. સીએનએનએ જે રિપોર્ટ દર્શાવ્યો છે તે મુજબ શનિવારે બપોરે રશિયાના થર્મોબારિક મલ્ટીપલ રોકેટ લોન્ચર યુક્રેન બોર્ડર લોન્ચ કરાયા હતા. જ્યારે વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન પ્સાકીએ કહ્યું કે એવા રિપોર્ટ જરૂર છે, પરંતુ આ અંગે કોઈ અધિકૃત જાણકારી નથી. જેને કહ્યું કે જો આ સાચુ હોય તો યુદ્ધમાં કરાયેલો સૌથી મોટો અપરાધ ગણાશે. સૈન્ય કાર્યવાહી શરૂ કરનારા રશિયા પાસે બધા બોમ્બનો બાપ છે. ’ફાધર ઓફ ઓલ બોમ્બ’ દુનિયાનો સૌથી શક્તિશાળી બિન પરમાણુ બોમ્બ છે. જો તમે ફાધર ઓફ ઓલ બોમ્બ વિશે ન જાણતા હોવ તો તમને જણાવી દઈએ કે તે બધા બોમ્બથી ચડી જઈને ખુબ જ ખતરનાક છે. આમ તો વેક્યૂમ બોમ્બને અધિકૃત રીતે ્રીર્દ્બિહ્વટ્ઠિૈષ્ઠ ુીટ્ઠર્હજ પણ કહે છે. રશિયા પાસે જે બોમ્બ છે તે થર્મોબેરિક બોમ્બ છે. તે અનેક નામથી ઓળખાય છે. જેમ કે એરોસોલ બોમ્બ, વેક્યૂમ બોમ્બ કે ઈંધણ-હવા વિસ્ફોટક, આ એક સુપર શક્તિશાળી બિન પરમાણુ બોમ્બ છે જેમાં ૪૪ ટનથી વધુ ટીએનટી બરાબર વિસ્ફોટ થાય છે. ફાધર ઓફ ઓલ બોમ્બ ૩૦૦ મીટરના દાયરામાં નુકસાન પહોંચાડી શકે છે. આ વિનાશકારી હથિયાર એક જેટથી પાડવામાં આવે છે અને તેનાથી હવાની મધ્યમાં વિસ્ફોટ થાય છે. તે હવાથી ઓક્સીજનને બહાર ખેંચે છે અને એક નાના પરમાણુ હથિયાર સમાન અસર પેદા કરે છે.
વેક્યૂમ બોમ્બ રશિયા દ્વારા વિક્સિત એક નવી સંકલ્પના પર આધારિત વિસ્ફોટક હથિયાર છે. આ શક્તિશાળી બોમ્બ પરમાણુ હથિયારોથી વિપરિત પર્યાવરણ માટે કોઈ જોખમ પેદા કરતા નથી. આ બોમ્બ વાતાવરણમાં રહેલી હવાનો જ વિસ્ફોટક ઈંધણ તરીકે ઉપયોગ કરી શકે છે. આ વિમાનથી પાડવાની સાથે જમીનથી પણ છોડી શકાય છે. એક નિર્ધારિત ઊંચાઈ સુધી લઈ ગયા બાદ આ બોમ્બના ઈંધણને વાદળો પર ઓક્સિજન સાથે ભેળવી ફેલાવી દેવાય છે. ત્યારબાદ આ વાદળોમાં વિસ્ફોટ કરાવતા જ તેના સંપર્કમાં આવનારી ચીજો કે ઈમારતો નષ્ટ થઈ જાય છે. હવામાં વિસ્ફોટ કરતા આ વેક્યૂમ બોમ્બની શક્તિ પરમાણુ હથિયારો બરાબર ગણાવવામાં આવે છે. તેમાં નેનોટેક્નોલોજીનો ઉપયોગ થયો છે. તેના ધડાકાથી રેડિએશનનું જોખમ હોતુ નથી.
આ બાજુ રશિયાના યુક્રેન પર હુમલા દરમિયાન અનેક ઊંચી ઈમારતો પર પેન્ટિંગ બની ગઈ છે. આ લાલ અને નારંગી રંગની ક્રોસ સાઈનમાં છે. આ અજીબ પેન્ટિંગ કિવ ઉપરાંત ખારકિવ અને અન્ય શહેરોમાં પણ જોવા મળી છે.યુક્રેન પર આક્રમણ કર્યા બાદથી સતત આર્થિક અને રાજદ્વારી પ્રતિબંધોનો સામનો કરી રહેલા રશિયાએ ૩૬ દેશો માટે તેની એરસ્પેસ બંધ કરી દીધી છે. રશિયાએ જે દેશો પર આ પ્રતિબંધ લગાવ્યો છે તેમાં મોટાભાગે યુરોપિયન દેશોનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે આ પહેલા યુરોપિયન દેશોએ રશિયા માટે પોતાની એરસ્પેસ બંધ કરી દીધી હતી. બદલામાં રશિયાએ પણ હવે તે દેશો માટે તેની એરસ્પેસ બંધ કરી દીધી છે. રશિયાએ જે દેશો માટે આ પ્રતિબંધ લગાવ્યો છે તેમાં જર્મની, ફ્રાન્સ, ઇટાલી, કેનેડા, સ્પેન, ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, બ્રિટિશ વર્જિન આઇલેન્ડ, બલ્ગેરિયા, ચેક રિપબ્લિક, ડેનમાર્ક, ફિનલેન્ડ, ગ્રીસ, હંગેરી, જર્સી, લાતવિયા, માલ્ટા, નેધરલેન્ડ, નોર્વે, પોલેન્ડ, પોર્ટુગલ, રોમાનિયા, સોલોવાકિયા, સ્વીડન અને બ્રિટનના નામ મુખ્ય છે. તમને જણાવી દઈએ કે રશિયાના આ નિર્ણય પહેલા યુરોપિયન યુનિયને રશિયન એરલાઇન એરોફ્લોટ માટે પોતાની એરસ્પેસ બંધ કરી હતી, જેના કારણે રશિયાના વિદેશ મંત્રી લવરોવે જિનીવામાં સંયુક્ત રાષ્ટ્રની મુલાકાત રદ કરી હતી. યુરોપિયન યુનિયન સિવાય બ્રિટને પણ રશિયા માટે તેની એરસ્પેસ બંધ કરી દીધી હતી. તમને જણાવી દઈએ કે રશિયા-યુક્રેન યુદ્ધનો આજે પાંચમો દિવસ છે અને યુક્રેન પર રશિયાનો હુમલો ચાલુ છે. આ સ્થિતિમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પોતાના પરમાણુ સંરક્ષણ કર્મચારીઓને એલર્ટ પર રાખ્યા છે, જેના કારણે માનવામાં આવી રહ્યું છે કે રશિયા કોઈપણ સમયે યુક્રેન પર પરમાણુ હુમલો કરી શકે છે. અમેરિકાએ બેલારુસમાં તેની એમ્બેસી બંધ કરી દીધી છે. આ સાથે જ તેના નાગરિકોને મોસ્કોથી નીકળી જવાની સલાહ આપવામાં આવી છે.