પાંચમા દિવસે પણ એકપણ કેસ ન નોંધાયો, ૧ દર્દી ડિસ્ચાર્જ

410

શહેરમાં ૩ અને ગ્રામ્યમાં ૦ દર્દીઓ મળી કુલ ૩ એક્ટિવ કેસ
ભાવનગર જિલ્લામાં કોરોના કેસમાં દિનપ્રતિદિન સતત ઘડાડો નોંધાતા રાહત થઈ છે. આજે ભાવનગર જિલ્લામાં એકપણ કેસ ન નોંધાતા તંત્ર અને જિલ્લાવાસીઓએ રાહતના શ્વાસ લીધા છે. શહેર અને ગ્રામ્યમાં પાંચમા દિવસે પણ કોરોનાનો એક પણ કેસ ન નોંધાતા રાહત થઈ હતી, ભાવનગર મહાપાલિકા વિસ્તારમાં ૧ અને તાલુકાઓમાં ૦ કેસ મળી કુલ ૧ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી હતી.શહેરમાં ૩ અને જિલ્લામાં ગ્રામ્યમાં ૦ દર્દી મળી કુલ ૪ એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૯ હજાર ૨૩૮ કેસ પૈકી હાલ ૩ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૩૫૯ દર્દીઓનું અવસાન થયું છે.

Previous articleસરદારનગર રોડ પર કાર ડિવાઈડર પર ચડી
Next articleભરતનગર ભવાની મંદિરે મહાશિવરાત્રી પર્વની આસ્થાભેર ઉજવણી