અકસ્માતે મૃત્યુ પામેલા પોલીસ જવાનોના આત્માની શાંતિ માટે મહાઆરતી અને શ્રદ્ધાંજલિ સભા યોજાઈ
મહાશિવરાત્રી પર્વ નિમિતે ભાવનગરના ભરતનગર વિસ્તારમાં આવેલ પૌરાણિક એવા ભવાની મંદિર ખાતે ભવાનીશ્વર મહાદેવના સાનિધ્યમાં ભવાની ચેરીટેબલ ટ્રસ્ટ અને શહેર ભા.જ.પા.ના પૂર્વ પ્રવક્તા આશુતોષ વ્યાસના ઉપક્રમે મહા શિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સમગ્ર દિવસ દરમ્યાન વિવિધ કાર્યક્રમોની ઉજવણી હજારો ભક્તોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.
ભરતનગર પોલીસ સ્ટેશનના ગત ૧૫ ફ્રેબ્રુઆરીએ ગોઝારા વાહન અકસ્માતમાં મૃત્યુ પામેલા ૪ પોલીસ જવાનોને સાંજે બે મિનિટના મૌન સાથે પુષ્પાંજલિ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી
જેમાં ભાવનગર પોલીસ પરિવાર વતી એ.એસ.પી. સફી હસન, એ.ડીવી. પી.આઈ.ભાસ્કન, ભરતનગર પી.આઈ.યાદવ, પૂર્વ મેયર અને પ્રદેશ મહિલા મોરચાના ઉપાધ્યક્ષ નિમુબેન બામભણીયા, બોટાદના નાયબ મામલતદાર અને સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજના અધ્યક્ષ અલ્કેશભાઈ ભટ્ટ, ભાવનગર જિલ્લા અધ્યક્ષ ગૌતમભાઈ દવે, શહેર ભા.જ.પા. ઉપાધ્યક્ષ ભગવાનભાઈ સાટીયા, દિવ્યાબેન વ્યાસ, વરિષ્ઠ આગેવાન જીવણભાઈ પટેલ, પૂર્વ ઉપાધ્યક્ષ ધર્મેન્દ્ર મહેતા, કાર્યાલય મંત્રી અને પ્રભારી મહિપતભાઈ ત્રિવેદી, મહિલા મોરચા મહામંત્રી શિલ્પાબેન દવે, પૂર્વ મહિલા મોરચા મહામંત્રી બિન્દુબેન પરમાર, ઉમાબા રાણા, માલધારી સેલના કન્વીનર મેરાભાઈ કસોટીયા, સ્થાનિક નગરસેવક મહેશભાઈ વાજા, પૂર્વ ડે. મેયર જાગૃતિબેન રાવળ, પૂર્વ નગરસેવીકા ઊર્મિલાબેન ભાલ, બ્રાહ્મણ એકતા મંચના અધ્યક્ષ ભાવિન ત્રિવેદી, સૌરાષ્ટ્ર કચ્છના ઉપાધ્યક્ષ અમિત ત્રિવેદી, ડી.પી.મહેતા, સંજયભાઈ રાવલ, પ્રશાંત જાની, વિજયભાઈ જાની, મહિલા મોરચાના પૂર્વ ઉપાધ્યક્ષ કનકબેન દિહોરા, જ્યોતિબેન દવે, કોકિલાબેન બુધેલીયા, મહિલા મોરચા વોર્ડ પ્રમુખ લીલાબેન ચૌહાણ, યુવા પ્રમુખ મિલન પાઠક, રાજુ મહેતા, વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન અરવિંદભાઈ મિસ્ત્રી, ધર્મ જાગરણ મંચના આગેવાન રામજીભાઈ મિસ્ત્રી સહિતના આગેવાનો ઉપરાંત ભરતનગરના વેપારી મિત્રો, બ્રહ્મ સમાજના આગેવાનો, ભવાની મંદિરના સેવક સમુદાય ઉપરાંત વિવિધ સોસાયટીના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.